જીવનશૈલી

શું તમે પણ સોશિયલ મીડિયા પર બાળકોના Photos શેર કરો છો? ચેતી જજો કલ્પના નહિ કરી હોય એવી મુસીબત આવી પડશે

ભારતમાં દેશમાં પરિવારના જવાબદાર વ્યક્તિ એટલે કે માતાપિતાને પોતાની તમામ જવાબદારીઓનું ધ્યાન હોય છે. ત્યાં સુધી કે તેઓ એ બાબતે પણ જાગૃત છે કે પોતાના બાળકોના ફોટો સોશિયલ મીડિયા પર બાળકોને પૂછયા વગર એમના ફોટો શેર કરવાથી તેનું પરિણામ ભયંકર આવી શકે છે. તેમ છતાં પણ મોટેભાગના માતા-પિતા પોતાના બાળકોના ફોટો તેમને પૂછયા વગર જ સોશિયલ મીડિયા પર ઓનલાઈન શેર કરી દેતા હોય છે. આ વાતનો ખુલાસો એક સાયબર સુરક્ષા કંપનીએ પોતાના સર્વેમાં કર્યો છે.

સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 40.5 ટકા માતાપિતા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિવસમાં ઓછામાં ઓછું એક વાર તો પોતાના બાળકોની તસ્વીર કે વિડીયો પોસ્ટ કરે છે, તથા 36 ટકા અઠવાડિયામાં એકવાર પોતાના બાળકનો ફોટો પોસ્ટ કરે છે. દિવસમાં એક વાર બાળકોની ફોટો શેર કરવાવાળામાં મેટ્રો શહેરો સૌથી આગળ છે.

બાળકોના ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરવાથી ઘણું મોટું નુકશાન ભોગવવું પડી શકે છે. જયારે બાળકોના ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરો છો ત્યારે તમે કલ્પના પણ ન કરી શકો એવી મોટી મુશ્કેલીમાં તમે પોતાના બાળકને નાખો છો.

ઘણી વાર માતાપિતા પોતાના બાળકોના નહાતા, કે કપડાં વિનાના ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરે છે. પરંતુ આમ કરીને તેઓ ફક્ત બાળકની પ્રાઇવસીમાં જ દખલ નથી કરતા પરંતુ સાથે જ સાયબર ક્રાઇમને પણ બઢાવો આપો છો. તમારા બાળકના ફોટોસ ઓનલાઈન પોસ્ટ કરીને તમે બદમાશોને તમારા બાળકોના ફોટોઝ ખોટી રીતે ઉપયોગ કરવાનો મોકો આપો છો.

આ રીતે વર્તો સાવધાની:
સાયબર એક્સપર્ટનું કહેવું છે કે ઓટો પોસ્ટ કરવાની સાથે મોટાભાગના સોશિયલ નેટવર્ક યુઝર્સની લોકેશન ટ્રેક કરવા લાગે છે. એથી ફોટો પોસ્ટ કરતા પહેલા માતાપિતાએ પોતાની લોકેશન ઑફ રાખવી જોઈએ. ખાસ કરીને ત્યારે જયારે તેઓ ઘરથી દૂર હોય. આ સિવાય તેઓએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના બાળકોના ફોટો કે વિડીયો ફક્ત ઓળખાણ વાળા લોકો સાથે જ શેર કરે. કારણકે આજકાલ અપરાધી લોકેશનને ટ્રેક કરીને અપરાધને અંજામ આપે છે.

સર્વેમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના માતાપિતા દ્વારા ઓનલાઈન ફોટો શેર કરવા સાથે જોડાયેલી મોટી ઘટનાઓમાં બાળયૌન શોષણ, પીછો કરવો, અપહરણ, સાયબર ધમકી જેવા ગુનાઓ સામે આવ્યા છે.

આ ઉપરાંત માતાપિતાએ એ પણ ધ્યાન આપવું જોઈએ કે પોતાના બીમાર કે ઈજાગ્રસ્ત બાળકની તસ્વીર શેર ન કરે, કારણકે બીમાર બાળકની પોસ્ટને તરત જ લાઈક્સ મળવા લાગે છે. અને લોકો બાળક વિશે પૂછવા લાગે છે કે બાળક ઠીક છે કે નહિ. પેરેન્ટીંગ એક્સપર્ટના જણાવ્યા મુજબ આ એક વ્યસન બની શકે છે અને માતાપિતા બાળકનું ધ્યાન આપવાનું છોડીને સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવા લાગશે.

બીજી ધ્યાને લેવા જેવી બાબત એ છે કે બાળકની અંદર આત્મવિશ્વાસ અને સ્વાભિમાન બાળપણમાં જ વિકસે છે. ત્યારે તમે એના ફોટોસ જાડિયો કે કાળિયો લખીને સોશિયલ મીડિયા પર શેર કરો છો ત્યારે જીવનમાં આગળ ચાલીને બાળક પર તેની ઊંડી અસર પડે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.