ડોન દેવા ગુર્જરના જીવનનું ડરામણું સત્ય, ખાવા વાળા 21 અને કમાવવા વાળો ફક્ત 1, ડોનની હત્યા બાદ પરિવારજનોએ કહ્યું, “અમે રોજ મરી રહ્યા છીએ !”

2 પત્નીઓ અને 9 બાળકોના પિતા ડોન દેવા ગુર્જરનો હતો 21 લોકો પરિવાર, દેવાની હત્યા બાદ આજે પરિવારની સ્થિતિ જાણીને ફફડી ઉઠશો

ગત 4 એપ્રિલે રાજસ્થાનના કોટાના ડોન દેવા ગુર્જરની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. દેવાની હત્યાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જોવા મળ્યું હતું કે 10-12 જણા એક સલૂનમાં રહેલા દેવા ગુર્જરની ધારિયા, કુહાડી લઈને હત્યા કરવા જાય છે અને હત્યા કર્યા બાદ ત્યાંથી ફરાર થઇ જાય છે. આ ઘટનાને લઈને લોકો પણ ખુબ જ રોષે ભરાયા હતા. પોલીસે પણ આ કેસની ગંભીરતા સમજીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ડોન દેવા ગુર્જરને 2 પત્નીઓ અને 9 બાળકો છે. પ્રથમ પત્ની કાલીબાઈને 8 છોકરીઓ અને બીજી પત્ની ઈન્દિરાને એક છોકરો છે. પ્રથમ પત્નીને 8 છોકરીઓ હતી, ત્યારબાદ દેવા ગુર્જરે બીજી પત્ની ઈન્દિરા સાથે લગ્ન કર્યા. બંને પત્નીઓ એક જ ઘરમાં સાથે રહેતી હતી. બંને કરવા ચોથ સહિત તમામ તહેવારો એકસાથે ઉજવતા હતા.

દેવા ગુર્જરે 2 પત્નીઓ અને 10 બાળકો માટે ખુબ સંઘર્ષ કર્યો હતો. તેમને તેમની પ્રથમ પત્ની ઈન્દ્રાબાઈથી 4 છોકરીઓ અને 2 છોકરાઓ છે. આ ઉપરાંત તેની બીજી પત્ની કાલીબાઈથી 4 છોકરીઓ છે અને હાલમાં તે ગર્ભવતી છે. મોટા ભાઈ અમરલાલને 6 દીકરીઓ અને 1 દીકરો છે. અમરલાલ કહે છે “દેવાના 6 બાળકો ખાનગી શાળામાં ભણે છે, દર મહિને 12 હજાર રૂપિયા ફી ભરવામાં આવતી હતી. હવે પૈસા ક્યાંથી આવશે ? કેવી રીતે ભણાવીશ? 21 સભ્યોનું કુટુંબનું કેવી રીતે ભરણ પોષણ થશે ? ઘરમાં 14 દીકરીઓ છે. છોકરીને પણ તેના સાસરે મોકલવી એ પોતાનું ગળું કાપવા સમાન છે.

દેવાએ રાવતભાટાના કારખાનામાં જેસીબી, સ્કોર્પિયો, બોલેરો સહિત 8-10 વાહનો મૂક્યા હતા, પરંતુ તે ફાઇનાન્સ પર છે કે નહીં તે જાણી શકાયું નથી. દેવા કારખાનામાં મજૂરી આપવાનો કોન્ટ્રાક્ટ પણ લેતો હતો અને ડીજે બુકિંગનો ધંધો પણ કરતો હતો. ફક્ત તે જ તેના વ્યવસાયને જાણતો હતો, હું ભણેલો પણ નથી. હવે કોની પાસેથી પૈસા લેવા, કોને આપવા, તેનો કોઈ હિસાબ નથી.

તેમને આગળ જણાવ્યું કે, હત્યા પાછળ ધંધાની દુશ્મની હોવાનું તેમને જણાવ્યું હતું. હું તેને વહુઓ સાથે સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવાની પણ મનાઈ કરતો હતો, પણ તે હસવામાં કાઢી નાખતો હતો. દેવાથી 13 વર્ષ મોટી બહેન કાલીબાઈ પણ રડી પડી અને કહ્યું – દેવા ઝડપથી પ્રગતિ કરી રહ્યો હતો, કેટલાક લોકોને તે પસંદ નહોતું.

દેવા ગુર્જર પોતાનો ડર પેદા કરવા માંગતા હતા અને ડોન બનવા માંગતા હતા. દેવા સામે 15 થી વધુ કેસ નોંધાયેલા છે અને તે હિસ્ટ્રીશીટર હતો. કોટાના આરકે પુરમ પોલીસ સ્ટેશનમાં ઘણા કેસ નોંધાયા છે. જેમાં લૂંટ, ગેરકાયદે ખંડણી અને હુમલા જેવા કેસનો સમાવેશ થાય છે. ચિત્તોડગઢના ઘણા પોલીસ સ્ટેશનમાં તેની સામે ઘણા કેસ પણ નોંધાયેલા છે.

વર્ષ 2015 માં દેવા ગુર્જર સહિત ત્રણ લોકોએ રાવતભાટા હાટ ચોક માર્કેટમાં એક યુવક કૈલાશ ધાકડને દિવસે લાકડીઓ વડે માર માર્યો હતો, જેઓ કોર્ટમાં જુબાની આપવા આવ્યા હતા. મારપીટમાં યુવકના બંને પગ અનેક જગ્યાએ તૂટી ગયા હતા. હુમલાનો આ વીડિયો સમગ્ર રાવતભાટામાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસે તમામ આરોપીઓ સામે ખૂની હુમલો સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

Niraj Patel