અજબગજબ

ગર્ભવતી પત્નીનો પતિએ ક્લિક કર્યો ફોટો, ઘરે આવીને જોયું તો હોશ ઉડી ગયા, જુઓ તસ્વીરમાં એવું તો શું હતું

સોશિયલ મીડિયા ઉપર ઘણી અવનવી તસવીરો વાયરલ થતી હોય છે. ઘણી તસવીરો એવી પણ હોય છે જે આપણે ક્લિક કરીએ છીએ ત્યારે આપણને  ખબર નથી હોતી કે તેની અંદર શું છે, પરંતુ જયારે શાંતિથી એ તસ્વીરને નિહાળીએ ત્યારે ઘણી ચોંકવનારી હકીકત સામે આવે છે. આવું જ કંઈક એક તસ્વીરમાં જોવા મળ્યું છે. જેમાં પતિએ પોતાની ગર્ભવતી પત્નીની તસવીર ક્લિક કરી અને ઘરે આવીને જોયું તો તેના પણ હોશ ઉડી ગયા.

Image Source

એક વ્યક્તિ પોતાની ગર્ભવતી પત્નીને લઈને બીચ ઉપર ફરવા માટે ગયો હતો. તે વ્યક્તિ પોતાની પત્નીના ગર્ભવતી થયા બાદ અલગ અલગ સ્થાનો ઉપર જઈને તેની અલગ અલગ સુંદર મઝાની તસ્વીર ખેંચતો હતો.

આ બધી તસ્વીરોને તે યાદગીરી સ્વરૂપે એક સરસ મઝાનું સંભારણું બનાવવા માંગતો. અને જયારે તેની પત્નીને 9માં મહિનાનો ગર્ભ ચાલી રહ્યો હતો ત્યારે છેલ્લી તસ્વીરને તે ખુબ જ ખાસ બનાવવા માંગતો હતો જેના કારણે પોતાની પત્નીને લઈને એક બીચ પાસે ગયો.

Image Source

બીચ ઉપર પહેલા તે લોકો આમ તેમ થોડીવાર ફર્યા પરંતુ ફોટોગ્રાફી માટે કોઈ સારી જગ્યા મળી નહિ. કારણ કે બીચ ઉપર ઘણા જ લોકો હતા તે બૂમો પડી રહ્યા હતા. માટે તે બંને જે જગ્યા તરફથી આવ્યા હતા તે તરફ જ પાછા ચાલ્યા ગયા.

એક શાંત જગ્યાએ આવીને પત્નીએ ફોટોપોઝ આપ્યો, અગાઉ તેની બહેને પણ એવો જ પોઝ આપ્યો હતો. માટે તે પણ આ પ્રકારના પોઝમાં ફોટો પડાવવા માંગતી હતી. પતિએ એ પોઝમાં ફોટો પણ ક્લિક કરી લીધો. પરંતુ તેને ખબર નહોતી કે એ તસ્વીરમાં તેની પત્ની સાથે બીજા કોઈની પણ તસ્વીર સાથે આવી ગઈ છે.

Image Source

પતિએ જયારે ઘરે આવીને કેમેરાની તસવીરો જોઈ ત્યારે પત્નીના આ પોઝ વાળી તસવીર જોઈને ચોંકી ઉઠ્યો. આ તસવીરમાં તેની પત્નીની પાછળ દરિયામાં એક દુર્લભ ડોલ્ફિન કૂદી રહી હતી. તેના પતિ પાસે હાઈ રિઝોલ્યુશન કેમેરો હતો જેના કારણે એ ડોલ્ફિન પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ તસ્વીરને તેને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને જોત જોતામાં જ આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by WJXT4 The Local Station (@news4jax) on

માતૃત્વની આ સૌથી સુંદર તસવીર આજે દુનિયાભરમાં વાયરલ થઇ ગઈ છે. અને લાખો લોકોએ આ તસ્વીરને લાઈક પણ કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.