જીવનશૈલી

નીતા અંબાણીથી દીપિકા સુધી બધાને જ સાડી પહેરાવે છે આ મહિલા, હાઈપ્રોફાઈલ લગ્નમાં લે છે લાખો રૂપિયા

18 સેકન્ડમાં સાડી પહેરાવવાનો આ ગુજરાતી મહિલાનો રેકોર્ડ, અંબાણીથી લઇને અભિનેત્રીઓને સાડી પહેરાવીને કરે છે લાખો રૂપિયાની કમાણી

આપણે બોલિવૂડ અભિનેત્રીઓને હંમેશાં વિવિધ સ્ટાઈલમાં સાડી પહેરેલી ઘણીવાર જોઈ છે, કોઈ એવોર્ડ ફંક્શનમાં તો ક્યારેક કોઈ શાહી લગ્નમાં. એમાં પણ વાત કરીએ તો દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા અને ઇશા અંબાણી સહીત અનેક હસ્તીઓએ ધૂમધામથી તેમના લગ્ન કર્યાં. આ સમય દરમિયાન, તેના ડ્રેસ, સાડીઓ અને ગાઉનની ખૂબ ચર્ચા થઇ હતી.

Image Source

આ એવી વ્યક્તિઓ હતી કે જેમણે મનીષ મલ્હોત્રા, સબ્યસાચી અને તરુણ તાહિલીયાની જેવા જાણીતા ડિઝાઇનરો દ્વારા ડિઝાઇન કરેલી પોષાકો પહેર્યા હતા, અને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.

Image Source

પરંતુ શું તમે જાણો છો કે આ સમારોહમાં આ અભિનેત્રીઓ જાતે સાડી નથી પહેરતી કે નથી જાતે દુપટ્ટા લગાવતી. તેની સાડીઓ અને લહેંગા પણ એક જાણીતી વ્યક્તિ દ્વારા સ્ટાઇલ કરવામાં આવે છે. ખરેખર, અહીં ફેશનની સારી સમજ ધરાવનાર ફેશન સ્ટાઈલિશ ડોલી જૈન વિશે વાત કરી રહ્યા છીએ.

Image Source

આ એ જ ડોલી જૈન છે જે વિવિધ પ્રસંગોએ ફિમેલ સેલિબ્રિટીને સાડી કે દુપટ્ટો પહેરાવે છે. તેને ઇશા અંબાણી, દીપિકા, પ્રિયંકા ચોપડાને તેમના લગ્નમાં સાડીઓ અને લહેંગા પહેરાવ્યા હતા.

Image Source

ડૉલી જૈન સાડી પહેરવાની અને પહેરાવવાની 325 રીત જાણે છે. તેની આ જ પ્રતિભાને કારણે ડૉલી જૈનને નામ અને પૈસા જ નહિ, પણ તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યું છે. ડોલીને કોઈપણ પ્રકારની સાડી પહેરાવતા એક મિનિટ કરતા પણ ઓછો સમય લાગે છે.

Image Source

હવે તે સાડી સ્ટાઇલ કરવામાં એટલી નિષ્ણાંત બની ગઈ છે કે તેને ફક્ત 18.5 સેકન્ડ જ લાગે છે. તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સામેલ છે, તેને પહેલીવાર એક જ સાડીને 80 જુદી-જુદી રીતે પહેરીને રેકોર્ડ બનાવ્યો અને એ પછી પોતાના જ રેકોર્ડને તોડીને તેને 325 રીતે સાડી પહેરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ સિવાય તેને એક સાડીને 18.5 સેકન્ડમાં પહેરવાનો રેકોર્ડ પણ બનાવ્યો.

Image Source

જાણો કેવી રીતે ડૉલી જૈનમાં આ જુદી-જુદી રીતે સાડી પહેરાવવાની પ્રતિભા આવી. ડોલીમાં આવેલી આ પ્રતિભાની પાછળ એક રસપ્રદ વાર્તા છે, જેને સાંભળીને તમે પણ વિચારતા થઇ જશો –

Image Source

થોડા સમય પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં ડૉલીએ જણાવ્યું હતું કે તેના લગ્ન એવા ઘરમાં થયાં હતાં જ્યાં તે જીન્સ અથવા અન્ય કોઈ કેઝ્યુઅલ ટોપને બદલે ફક્ત સાડીઓ પહેરી શકે. જયારે તેને આ ખબર પડી ત્યારે તેને વિચાર્યું કે જો તેને સાડી જ પહેરવાની છે તો કેમ નહિ એને જુદી-જુદી રીતે સ્ટાઇલ કરીને પહેરે. ત્યારબાદથી ડૉલીએ સાડીને જુદી જુદી રીતે સ્ટાઇલ કરવાનું શરૂ કર્યું.

Image Source

તે જયારે આસપાસ કોઈ પ્રસંગે જતી તો લોકો તેની સાડી પહેરવાની રીત જોઈને તેના વખાણ કરતા અને એ પછી તેને લાગ્યું કે તેને આ એક વ્યવસાય તરીકે અપનાવવું જોઈએ. હવે તે વિચારે છે તો તેને લાગે છે કે સારું થયું કે તેને સાસરીવાળાએ તેને ઘરે સાડી સિવાય કશું પહેરવા ન દીધું, કારણ કે આજે તે જે છે એ તેમના જ કારણે છે.

Image Source

આજે બોલિવૂડની મોટાભાગની અભિનેત્રીઓની પહેલી પસંદ ડૉલી જ છે. ડૉલી કહે છે કે ક્યારેય તેને વિચાર્યું ન હતું કે તે સેલિબ્રિટીઝને સાડી પહેરાવશે. ‘હું માત્ર આસપાસના લોકોને જ પ્રસંગે સાડી પહેરાવતી હતી, પણ એક સંબંધીએ મને મુંબઈ બોલાવી અને મેં પહેલીવાર જયારે શ્રીદેવીને જોયા ત્યારે મને વિશ્વાસ ન આવ્યો કે મને શ્રીદેવીને સાડી પહેરાવવાનું તક મળી છે. સાડી પહેરાવ્યા બાદ શ્રીદેવીએ મને કહ્યું કે ડૉલી તારી આંગળીઓમાં જાદુ છે, એ પછી મારો સમય બદલાયો.

Image Source

એક વાર એક દુલ્હનને જાણીતા ડિઝાઈનર અબુ જાની – સંદીપ ખોસલાનો લહેંગો પહેરાવવાનો હતો. એ દુલહન પોતાના લગ્નમાં ખૂબ જ પરેશાન હતી કે તેનો દુપટ્ટો વારેવારે પડી રહ્યો હતો. ત્યારે ડૉલીએ તેને એટલી સરસ રીતે દુપટ્ટો પહેરાવ્યો કે તે ડાન્સ કરે તો પણ તેનો દુપટ્ટો પડે નહિ.

Image Source

તેમના આ કામને ડિઝાઈનર અબુ જાની – સંદીપ ખોસલાએ જોયું અને તેમને એટલું પસંદ આવ્યું કે પછી તેમને ઘણી તકો આપી. આજે તે બીજા પણ ઘણા ડિઝાઈનર્સના કલાયન્ટ્સને સાડી અને લહેંગાઓ પહેરાવે છે.

Image Source

ડૉલીનું કહેવું છે કે આ કારકિર્દી માટે તમે માત્ર 10 પાસ હોવ તો પણ ઘણું છે કારણ કે આની માટે વધુ ભણવા લખવાની જરૂર નથી. જયારે હું સાડી પહેરવાનું શીખી રહી હતી ત્યારે ઘણા ગામની એ મહિલાઓની જોઈ કે જે જુદી-જુદી રીતે સાડી પહેરે છે. આજે ડોલી એકલી નથી પણ તેની પાસે એક મોટી ટિમ છે. ડૉલી કહે છે કે સાડી પહેરાવવાની ફી 25 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને તે હાઇ પ્રોફાઇલ લગ્ન અને તેમની ઇવેન્ટ્સમાં લાખો રૂપિયા સુધી જાય છે.

Image Source

ડૉલીએ કહ્યું કે સાડી પહેરવા સિવાય તે તેની રચના, સાડી પરની સર્જનાત્મકતાને પણ સારી રીતે જાણે છે. ડૉલીનું માનવું છે કે દુલ્હને હંમેશા તેના ફેવરેટ દેખાવને યાદ રાખવો જોઈએ.

Image Source

ડૉલીએ બી-ટાઉનની બધી મોટી અભિનેત્રીઓને તૈયાર કરી છે. ડૉલી જણાવે છે કે તેને પોતાના કસ્ટમરને પહેલા દુલ્હનના રૂપમાં અને પછી અભિનેત્રી તરીકે જુએ છે. ડૉલી સેલિબ્રિટી બ્રાઇડ્સને જ સાડીઓ પહેરાવે છે. તેણે ઇશા અંબાણીને પણ લહેંગા અને સાડી પહેરાવી હતી. સ્મૃતિ ઈરાની પણ તેની આ પ્રતિભાના વખાણ કરી ચુકી છે અને શ્લોકા મહેતાને પણ ડૉલીએ લહેંગો પહેરાવ્યો હતો.