એક સાડી પહેરાવવાના આ મહિલા લે છે લાખો રૂપિયા, નીતા અંબાણીથી લઈને દીપિકા પાદુકોણ પણ છે તેના કસ્ટમર જાણો શું છે એવું ખાસ ?

અંબાણીની વહુ જાતે નથી પહેરતી જાતે સાડીઓ, આ યુવતી સેકન્ડમાં પહેરવી દે છે સાડી

બોલીવુડના સેલેબ્સ હોય કે બિઝનેસમેન તેમના શાહી જીવન વિશે આપણે સૌ કોઈ પરિચિત છીએ, તેમના લગ્નની રોનક પણ આપણે જોઈ છે, અને આ દરમિયાન જેતે ઘરની મહિલાઓ ખુબ જ ખાસ રીતે તૈયાર પણ થતી હોય છે. વળી એમાં પણ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરની રોનક જ જુદી હોય છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સાડી પહેરીને જયારે જોવા મળે છે ત્યારે સૌ કોઈની નજર તેમના ઉપર થંભી જાય છે.

પરંતુ શું તમને ખબર છે કે નીતા અંબાણી જેવી વ્યક્તિને સાડી પહેરાવવા વાળી મહિલા કોણ છે ? આ મહિલાનું નામ છે ડોલી જૈન. જે ઈશા અંબાણી, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, સોનમ કપૂરના લગ્ન અને બધા જ પ્રસંગોમાં તેમને સાડી પહેરાવવાનું કામ કરી ચુકી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સેલેબ્રિટીઓને સાડી પહેરાવતી હોવા છતાં પણ ડોલીને સાડી પહેરવાનું ગમતું નથી.

મીડિયા સાથેની વાતચીતમાં ડોલીએ જણાવ્યું હતું કે, “હું બેંગલુરુમાં મોટી થઇ છું. હું ફક્ત જીન્સ, ટીશર્ટ, સ્કર્ટ્સમાં જ રહેતી હતી. પરંતુ જ્યારે મારા લગ્ન કોલકાત્તામાં થયા ત્યારે મને ખબર પડી કે સાસરે ફક્ત સાડી પહેરવાની અનુમતિ છે. આ જાણ્યા બાદ હું ખુબ જ રડી. મને સાડી પહેરવામાં કલાકો લગતા હતા. હું હંમેશા એ વાત ઉપર જ રડતી હતી કે મારા સાસરી વાળા કેવા છે… પરંતુ ત્યારે મેં તેને મારી મજબૂરી જ સમજીને પહેરવાનું શરૂ કરી દીધું અને મેં વિચાર્યું કે મારે આજ પહેરવાનું છે તો મારે તેમાં સ્ટાઇલ પણ કરવી પડશે. પછી મેં સાડીને અલગ અલગ રીતે પહેરવાનું શરૂ કર્યું.”

તેને આગળ જણાવ્યું કે, “જ્યારે હું કોઈના લગ્નમાં જતી હતી ત્યારે લોકો મારી સાડી પહેરવાની કળાના વખાણ કરવા લાગ્યા. જેના બાદ મને પણ તે ગમવા લાગ્યું અને મેં તેને પ્રોફેશન બનાવવાનું નક્કી કર્યું.” તેને જણાવ્યું કે તેના પિતા દ્વારા તેને પ્રેરણા મળી અને જયારે રાત્રે બધા સુઈ જતા ત્યારે તે પૂતળા ઉપર રતારે 11થી લઈને સવારે 3 વાગ્યા સુધી અલગ અલગ રીતે સાડી પહેરાવવાનો પ્રયાસ કરતી.

જયારે તેને એક જ સાડીને 80 રીતે પહેરાવવાનું શીખી લીધું ત્યારે તેંનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું. જેના બાદ એક જ વર્ષમાં તેને પોતાનો જ રેકોર્ડ તોડી અને 325 અલગ અલગ રીતે સાડી પહેરવાનો નવો રેકોર્ડ બનાવ્યો. સાથે જ સાડા અઢાર સેકેન્ડમાં સાડી પહેરવાનો રેકોર્ડ પણ તેને પોતાના નામે કર્યો.

આજે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓની પહેલી પસંદ ડોલી જૈન છે. પરંતુ આ સફર પણ ડોલી માટે આસાન નહોતી. તેને જણાવ્યું કે, “મેં કયારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને આટલા મોટા કલાકારો અને લોકો બોલાવશે. હું બહુ જ સાધારણ પરિવારમાંથી છું અને હું ફક્ત અડોશ પાડોશમાં અને તેમના લગ્નમાં સાડીઓ પહેરાવતી હતી. આ દરમિયાન જ મારા એક સંબંધીએ મને મુંબઈ બોલાવી અને મારી આંખો સામે શ્રીદેવીને જોઈને હું હેરાન રહી ગઈ. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને શ્રીદેવીને સાડી પહેરાવવાનો મોકો મળશે.”

શ્રીદેવીને સાડી પહેરાવ્યા બાદ જયારે શ્રીદેવીએ તેને કહ્યું કે, “ડોલી તારી આંગળીઓમાં જાદુ છે.” ત્યારે તેમની વાતોથી ડોલીને ખુબ જ પ્રેરણા મળી અને તેના સપનાને એક નવી ઉડાન પણ મળી. ડોલી આજે કોલકાત્તાથી મુંબઈની સફર ખેડી ચુકી છે અને ઘણી જ મોટી મોટી હસ્તીઓને સાડી પહેરાવે છે. તેમજ લગ્નમાં પણ સાડી પહેરાવવા માટે તે લાખો રૂપિયા ચાર્જ કરે છે.

Niraj Patel