અડધી રાત્રે બહેનને રડતા રડતા જણાવી પતિની ક્રૂરતા, સવારે નવપરણિતાની સંદિગ્ધ હાલતમાં મળી લાશ

દેશભરમાંથી મહિલાઓ પર અત્યાચારના ઘણા કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર પરણિાઓને દહેજને કારણે સાસરિયા તરફથી ત્રાસ મળતો હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે આવા કિસ્સાઓમાં ઘણીવાર હત્યા નિપજાવવામાં આવતી હોય છે તો ઘણીવાર મહિલાઓ સાસરિયાના માનસિક ત્રાસને કારણે આપઘાત કરી લેતી હોય છે.

હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નવપરણિતાની લાશ સંદિગ્ધ હાલતમાં મળી આવી છે. દેહરાદૂન જિલ્લાના ડોઇવાલામાં એક નવપરિણીત મહિલાએ રાત્રે રડતા રડતા તેની બહેન સાથે વાત કરી અને સવારે સંબંધીઓને તેના મોતના સમાચાર મળ્યા. ડોઇવાલાના રાણીપોખરી પોલીસ સ્ટેશન હેઠળના ભોગપુરમાં નવપરણિતાના શંકાસ્પદ સંજોગોમાં મોતના મામલામાં પોલીસે મૃતકના પતિ સહિત પરિવારના ચાર સભ્યો સામે દહેજ હત્યાનો ગુનો નોંધ્યો છે.

પોલીસે આરોપીઓને પકડવા પ્રયાસો હાથ ધર્યા છે. મામલો રાણીપોખરી પોલીસ સ્ટેશન વિસ્તારના ચક સિંધવાલ ગામનો છે. જ્યાં વિજેન્દ્ર સિંહની પુત્રી આરતીના લગ્ન 12 ડિસેમ્બર 2021ના રોજ પવન રાવત સાથે થયા હતા. મૃતકના પિતાએ પોલીસને જણાવ્યું કે, લગ્નના પહેલા દિવસથી જ આરતીને સાસરિયામાં ઓછું દહેજ આપવાના કારણે ત્રાસ આપવામાં આવતો હતો. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે મૃતક લગ્નથી જ ડરી ગઇ હતી અને નર્વસ રહેતી હતી. આરતીએ શનિવારે 7 વાગ્યે તેની મોટી બહેન પૂજાને પણ ફોન કર્યો હતો, જેમાં તે તેની મોટી બહેન સાથે વાત કરતી વખતે ખૂબ જ રડી રહી હતી.

તે પછી આરતીએ ફોન કાપી નાખ્યો અને આરતી સાથે સંબંધીઓનો કોઈ સંપર્ક થયો ન હતો. આ બધા પછી, રવિવારે સવારે, આરતીના પતિ પવન રાવતે કહ્યું કે આરતીને બાથરૂમમાં લપસી જવાથી ઈજા થઈ છે. એ પણ જણાવ્યું કે તે હિમાલયન હોસ્પિટલમાં જોલી ગ્રાન્ટમાં દાખલ છે. તેના પછી તરત જ સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં તબીબોએ તેમને જણાવ્યું હતું કે તેમની પુત્રીનું દસ કલાક પહેલા મોત થયું છે.

જે બાદ યુવતીના પતિ પવન રાવતે પોતાનું નિવેદન બદલ્યું અને કહ્યું કે આરતીએ કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે પતિ પવન, સાસુ સહિત ચાર લોકો વિરુદ્ધ દહેજ હત્યાનો કેસ નોંધ્યો છે. જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યાં સંબંધીઓ અને પોલીસકર્મીઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. કેસ નોંધાયા બાદ પોલીસ આરોપીની ધરપકડ થઇ શકે છે.

મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેને કોઈ અન્ય મહિલા સાથે અવૈધ સબંધ પણ હતા સાથે જ કહ્યું હતું કે લગ્ન પછી મૃતક ડરેલી અને ઘભરાયેલી રહેતી હતી. શનિવાર સાંજે સાત વાગ્યે આરતીએ તેની મોટી બહેન પૂજાને ફોન કર્યો હતો જેમાં તે મોટી બહેન સાથે વાત કરતા ઘભરાયેલી હતી અને રડી રહી હતી. તેના પછી આરતીએ ફોન કાપી દીધો હતો અને આરતી સાથે સ્વજનોનો કોઈ સંપર્ક થઇ શક્યો નહિ.

આટલું બધું થયા પછી રવિવારની સવારે આરતીનો પતિ પવન રાવત મૃતકના ઘરે આરતીને બાથરૂમમાંથી પડી ગઈ અને ઇજા થવાની વાત કહી હતી સાથે જ કહ્યું હતું કે તે હિમાલયન હોસ્પિટલ જૌલીગ્રાન્ટમાં ભરતી છે. જેના પછી તરત જ છોકરીના સ્વજન હિમાલયન હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ કહ્યું કે તેમની પુત્રીના દસ કલાક પહેલા મોત થઇ ચુકી છે. જ્યારબાદ છોકરીના પતિ પવન રાવતે તેનું નિવેદન બદલતા કહ્યું કે આરતીએ કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો જેનાથી તેનું મૃત્યુ થઇ ગયું.

છોકરીના પિતાએ પોલીસને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી જેના આધાર પર પોલીસે પતિ પવન, દેવર નીતિન, સાસુ રાજેશ્વરી દેવી તેમજ માસા ચંદ્રશેખર રાવત વિરુદ્ધ દહેજ હત્યાનો મામલો નોંધાવી દીધો હતો. ત્યારબાદ પોલીસ આગળની કાર્યવાહીમાં કામ કરી રહી છે. સાથે સ્વજન તથા પોલીસકર્મી પોસ્ટમોટર્મ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ મામલે પોલીસ જલ્દી આરોપીઓની ધરપકડ કરી શકે છે.

Shah Jina