હે ભગવાન, આ શું થઇ રહ્યું, 44 વર્ષીય મુકેશનું યોગા કરતા મૃત્યુ થયું, અરેરાટી વ્યાપી ગઈ- જુઓ તસવીરો
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકોના ક્રિકેટની રમત દરમિયાન તો ઘણા લોકોને જિમની અંદર કસ્તર કરતા સમયે હાર્ટ એટેક આવે છે અને તેમાં તેમના મોત પણ થાય છે. ત્યારે તાજો મામલો યોગા દરમિયાન એક વ્યક્તિને હાર્ટ એટેક આવવાનો સામે આવ્યો, જેને લઈને ચિંતાનો માહોલ ફરી વળ્યો છે. ગુજરાતમાંથી સતત સામે આવી રહેલા હાર્ટ એટેકના મામલા ચિંતાનો વિષય પણ બન્યા છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કિરણ ચોકમાં આવેલા હરેકૃષ્ણ પાર્ટી પ્લોટમાં ઘણા બધા લોકો રોજ યોગા અને એરોબિક્સ કરતા હોય છે. ત્યારે રોજની જેમ જ ત્યાં 44 વર્ષીય મુકેશભાઈ નામના વ્યક્તિ પણ યોગા કરી રહ્યા હતા. મુકેશભાઈને સવારથી જ પેટમાં બળતરા અને એસીડીટી હોવાની સમસ્યા હતી. છતાં પણ તેઓ થોડા સ્વસ્થ તથા જ યોગા કરવા લાગ્યા હતા.
યોગા કરતા કરતા જ તેઓ અચાનક ઢળી પડ્યા હતા. જેના બાદ તેમને તાત્કાલિક નજીકમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેને લઈને પરિવાર અને મિત્ર મંડળમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા પોલીસ પણ હોસ્પિટલમાં દોડી આવી હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
સુરતમાં છેલ્લા 2 મહિનામાં જ આવી ચોથી ઘટના સામે આવી છે. અગાઉ પણ ક્રિકેટ રમતા રમતા 3 લોકોના મોત થયા હોવાની ખબર પણ સામે આવી હતી. ત્યારે યોગા કરતા કરતા મુકેશભાઈ મેંદપરા પણ અચાનક ઢળી પડતા તેમનું મોત થયું. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે મુકેશભાઈના મોતનું સાચું કારણ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.