આ પુલ પરથી કુદીને આત્મહત્યા કરે છે કૂતરાઓ, વર્ષો બાદ પણ નથી ઉકેલાયું રહસ્ય

અત્યાર સુધીમાં 600 કૂતરાઓ લગાવી ચૂક્યા છે છલાંગ

ભારત સહિત વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે જે રહસ્યોથી ભરેલી છે, હજારો વર્ષો બાદ પણ તેના રહસ્યો વણ ઉખેલ્યા છે. તો બીજી તરફ વર્તમાન સમયમાં તમે આત્મહત્યાના કેસ વિશે ઘણુ સાંભળતા હશો. માણસ કોઈ આર્થિક તંગીમાં આવી જાય કે પછી શારીરિક તકલીફ કે પછી પરિવરમાં ઝઘડાના કારણે પોતાની જિંદગી ટૂંકાવી લેશે. પરંતુ કોઈ પ્રાણી આત્મહત્યા કરી લે એમ તમને કહિએ તો તમે માનશો નહીં. તમે કહેશો કે ભાઈ એને શું દુખ છે કે તેઓ આત્મહત્યા કરી લે.

પરંતુ આ વાત એકદમ સાચી છે કે પ્રાણીઓ પણ આત્મહત્યા કરે છે. કદાચ તમે હિસ્ટ્રી ઓફ જાતિંગ વિશે તો જાણ્યું હશે. આ પક્ષીઓ એક ખાસ સમયે એક જગ્યાએ આવીને પોતાનો જીવ આપી દેશે. હવે કઈંક આવુ જ બની રહ્યું છે કૂતરા સાથે. એક ખાસ પુલ પરથી તેઓ કુદીને પોતાનો જીવ આપી દેશે.

આ વાત છે સ્કોટલેન્ડના એક પુલની. જેના વિશે એવુ કહેવાય છે કે આ પુલ પર કુતરાઓ આત્મહત્યા કરવા માટે આવે છે. મિત્રો આ કોઈ હવા હવાઈની વાત નથી. સ્કોટલેન્ડમાં આવેલા આ પુલ પરથી અત્યાર સુધીમાં કેટલાય કૂતરાઓએ પોતાની જિંદગી ટૂંકાવી દીધી છે. આ પુલની ઉંચાઈ અંદાજે 50 ફૂટની છે અને તમને જાણીને આઘાત લાગશે કે અત્યાર સુધીમાં આ પુલ પરથી 600 જેટલા કૂતરાઓએ છલાંગ લગાવી દીધી છે જેમાંથી 50 કૂતરાના મોત થઈ ચૂક્યા છે.

જો કે હજી નવાઈની વાત એ છે કે આખરે કેમ આ કૂતરાઓ આ પુલ પરથી કુદીને પોતાનો જીવ આપી રહ્યા છે. જો કે આ પુલ પર આવી ઘટનાઓ વધુ સામે આવવા લાગતા પ્રશાસને તેમના પર એક નોટિસ પણ લગાવી દીધી છે.

પુલને લઈને અનેક અફવા પણ વહેતી થઈ છે. ઘણા લોકો તેને ભૂત પ્રેત સાથે જોડીને જોઈ રહ્યા છે. તેમનું કહેવુ છે કે ભૂત પ્રેતને કારણે કૂતરાઓ અહીં ખેચાઈને આવી રહ્યા છે. તો કેટલાકે તો એવો પણ દાવો કર્યો છે કે આ પુલ પર વ્હાઈટ લેડી નામની મહિલાની આત્મા ભટકે છે. આ ઉપરાંત એક વ્યક્તિએ એવો પણ દાવો કર્યો છે કે જ્યારે તે એકવાર આ પુલ પરથી નીચે જોઈ રહ્યો હતો ત્યારે કોઈએ તેના ખભા પર આંગળીથી સ્પર્શ કર્યો હતો.

આ ઉપરાંત ચોંકાવનારી વાત એ પણ છે કે આ પુલ પરથી એક વ્યક્તિએ પોતાના દીકરાને ફેંકી દીધો હતો અને પોતે પણ આત્મહત્યા કરવાની કોશીશ કરી હતી. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની લાખ કોશીશ છતા હજુ પણ આ રહસ્ય પરથી પડદો નથી ઉઠ્યો કે આ આખરે આ પુલ પરથી કુદીને કૂતરાઓ કેમ આત્મહત્યા કરી રહ્યા છે.

YC