મરેલા શ્વાનના તેના સાથી શ્વાન દ્વારા કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર, વીડિયો જોઈને તમારી પણ આંખો થશે ભીની

આ Video જોયા બાદ તમે પણ કહેશો…શું આ જાનવર છે?

સમગ્ર પ્રાણી જાતીમાં શ્વાન સૌથી વફાદાર અને સમજદાર જાનવર માનવામાં આવે છે. તેની વફાદારીના કિસ્સા આપણે અનેક વખત જોઈ અને સાંભળી શક્યા છીએ. શ્વાને તેના માલિકના અનેક વખત જીવ બચાવ્યાના કિસ્સા પણ પ્રચલિત છે. શ્વાન પાસે માણસોની જેમ જ દયા અને કરુણા હોય છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ તમારી પણ આંખો ભીની થઈ જશે. શ્વાનમાં કેટલી સમજદારી હોય છે તે આ વિડીયો જોયા બાદ તમને ખ્યાલ આવશે. વર્ષોથી શ્વાનની જાતિએ માનવજાત સાથે અતૂટ સંબંધો જાળવી રાખ્યા છે.

સામે આવેલા આ વિડીયોમાં શ્વાનનો એક સાથી મૃત્યુ પામે છે. ત્યારબાદ તેના સાથી શ્વાન એવુ કામ કરે છે જેને જોઈને તમે હેરાન થઈ જશો. તમે ભાવુક થઈ જશો. પ્રાણીઓમાં પણ આટલો પ્રેમ અને સમજદારી હોય છે તેનો જીવતો જાગતો નમુનો છે આ કિસ્સો. આ વિડીયોમાં શ્વાન તેમના મૃત સાથીના મૃતદેહને દફનાવતા જોવા મળી રહ્યા છે. આ ઈમોશનલ વીડિયોને IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જેના લોકો ખુબ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

IAS ઓફિસર અવનીશ શરણે આ વિડીયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે, શું આ જાનવર છે? વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક શ્વાન મરી જાય છે. તેને દફનાવવા માટે બધા શ્વાન સાથે મળીને એક ખાડામાં લઈ જાય છે અને ત્યારબાદ બધા સાથે મળીને તેને દફનાવવા માટે તેના પર માટી નાખે છે. જે રીતે આ બધા શ્વાન તેને દફનાવે છે તેને જોઈને એવુ લાગે છે કે જાણે કોઈ તેનું સ્વજન ગુમાવ્યું હોય.

આ વિડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે શ્વાન પણ માણસોની જેમ ભાવુક થાય છે. માત્ર 45 સેકન્ડના આ વિડીયોએ લોકોની આંખમાંથી આંસુ ટપકાવી દીધા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હાલમાં આ વિડીયોને દોઢ લાખથી પણ વધુ વ્યૂ મળી ચૂક્યા છે. જ્યારે 10થી વધુ લોકોએ આ વિડીયોને લાઈક કર્યો છે. આ વિડીયો જોયા બાદ એક યૂઝરે લખ્યું કે, પ્રાણીઓ માણસો કરતા વધુ સંવંદનશીલ હોય છે.

દરેક વ્યક્તી શ્વાનનો આ પ્રેમ જોઈને હેરાન છે. આ ઉપરાંત અન્ય એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું કે, શ્વાનને હંમેશા પગથી ધૂળ ફેકતા જોયા છે, આ વિડીયોમાં તેના ભાવને જોઈ અને સમજી શકાય છે. તો બીજા એક યુઝરે લખ્યું કે, આનાથી સારી વિદાય બીજી કઈ હોઈ શકે. પ્રાણીઓ માનવી કરતા વધારે સંવેદનશીલ અને વફાદાર હોય છે.

YC