શ્વાનનો નિઃસ્વાર્થ પ્રેમ તો જુઓ : ભાડુઆત મકાન ખાલી કરીને ગયા, પછી સ્ટ્રીટ ડોગે કર્યું એવું કે વીડિયો જોઈને તમારી આંખોમાં પણ પાણી આવી જશે, જુઓ

આજના સમયમાં કોઈ પણ માણસ ઉપર વિશ્વાસ કરવો ખુબ જ મુશ્કેલ થઇ ગયો છે, કારણ કે માણસ જ એક એવો છે જે ગમે ત્યારે દગો આપી શકે છે, તો બીજી તરફ શ્વાન માણસનો મિત્ર કહેવાય છે અને એવું પણ કહેવાય છે કે શ્વાન જેટલું આ દુનિયામાં બીજું કોઈ વફાદાર નથી હોતું. જેના ઘણા પુરાવા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયો અને કહાનીઓમાં સાંભળવા મળે છે.

હાલમાં જ આવેલી ફિલ્મ “ચાર્લી 777″માં શ્વાન પ્રત્યેનો આ પ્રેમ મોટાભાગના લોકોએ જોયો. આજે ઘણા લોકો પોતાના ઘરમાં પાલતુ પેટ પણ રાખતા હોય છે. તો ઘણા લોકો સ્ટ્રીટ ડોગને પણ ખાવાનું નાખી અને તેમની સાથે મિત્રતા કરતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં શ્વાનનો તેના માલિક પ્રત્યેનો પ્રેમ ભાવુક કરી દેનારો દેખાઈ રહ્યો છે.

વાયરલ થઇ રહેલો વીડિયો આગ્રાના જગદીશ પુરા વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે.જેમાં જોવા મળી રહ્યું છે કે ભાડુઆત સ્થળાંતર કરવા લાગ્યા ત્યારે ભાડુઆતના બાળકોનો બેસ્ટ ફ્રેન્ડ શ્વાન 5 કિલોમીટર સુધી દોડતો રહ્યો અને પ્રેમ જીતી ગયો. હવે બાળકોની સાથે સ્ટ્રીટ ડોગનું સરનામું પણ બદલાઈ ગયું છે.

એવું પણ નહોતું કે આ શ્વાન તેમનો પોતાનો હતો, પરંતુ આ શ્વાન તેમની ગલીમાં રહેતો સ્ટ્રીટ ડોગ હતો. જેને તે પોતાની ગલીમાં ખવડાવતા હતા અને ધીમે ધીમે તમેની વચ્ચે એવી ગાઢ મિત્રતા થઇ ગઈ કે જ્યારે પરિવાર રિક્ષામાં બેસી ભાડાનું ઘર છોડી જઈ રહ્યો હતો, ત્યારે શ્વાન  રસ્તામાં તેમની પાછળ દોડવા લાગ્યો. શ્વાનનો આ પ્રેમ અને વફાદારી સોશિયલ મીડિયામાં લોકોના દિલ જીતી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વીડિયો ચીફ રિપોર્ટર હેમાંશુંભાઈ ત્રિપાઠી દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. જ્યારે લોકોએ આ વીડિયો જોયો તો તેઓ ભાવુક થઈ ગયા. ઘણા લોકોએ લખ્યું પણ છે કે પ્રેમની કોઈ વ્યાખ્યા હોતી નથી, પ્રેમમાં માત્ર પ્રેમ હોય છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, તેને વફાદાર કહેવાય, કોઈ પણ સંજોગોમાં છોડશો નહીં. એક યુઝરે લખ્યું, ‘પ્રેમ અને સ્નેહ એ જીવંત ચિત્રણ છે, પ્રકૃતિ પ્રેમમાં રહેલા જીવો વચ્ચે ભેદ નથી કરતી.’

Niraj Patel