એક બે નહીં પરંતુ દીવાલ કુદતા વખતે અઢળક વાર નીચે પડી ગયો આ શ્વાન, છતાં પણ ના માની હાર અને અંતે કર્યો એવો પ્રયાસ, કે વીડિયો હોશ ઉડાવી દેશે

આપણે વર્ષોથી એક કહેવત સાંભળતા આવ્યા છીએ કે મહેનત કરનારની ક્યારેય હાર નથી થતી. આપણે બધાએ કરોળિયાની વાર્તાતો સાંભળી હશે, જે પોતાની જાળું બનાવતી વખતે અઢળક વાર નીચે પછડાય છે, છતાં પણ હાર નથી માનતો અને અંતે પોતાનું જાળું બનાવીને જ રાહતનો શ્વાસ લેતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કોઈ કરોળિયો નહીં પરંતુ એક શ્વાન આવો પ્રયત્ન કરતા જોવા મળે છે.

વીડિયોમાં દેખાતો શ્વાન એક ઉંચી દિવાલ પાર કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ દરમિયાન ઘણી વખત તે નીચે પડી જાય છે, તેમ છતાં તે હારતો નથી અને અંતે તે જીતી જાય છે. શ્વાન આખરે ઊંચી દિવાલને પાર કરવામાં સફળ થાય છે. તમે જોશો કે શ્વાન ઘણી વખત પ્રયત્ન કરે છે, પરંતુ તેનું કાર્ય પૂર્ણ કર્યા વિના છોડતો નથી. આ વીડિયોને @TansuYegen નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા શ્વાને તેની સામે ઉંચી દિવાલ જોઈ. તે વિચારે છે કે તે પ્રથમ વખત પ્રયાસ કરે તે પહેલાં તે દિવાલને ખૂબ જ સરળતાથી પાર કરશે. જો કે, જ્યારે તે પહેલીવાર દિવાલને પાર કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે દીવાલને અથડાઈને નીચે પડી જાય છે. આ પછી તેને ખબર પડી કે આ દિવાલ પાર કરવી એટલી સરળ નથી. આ પછી પણ તે પ્રયાસ ચાલુ રાખે છે.

આ ઉંચી દિવાલને પાર કરવા માટે શ્વાન ફરી એકવાર પુરી તાકાતથી દોડતો આવે છે અને તેના પર ચઢવાનો પ્રયાસ કરે છે. જોકે તે આ વખતે પણ પડે છે. તે પછી તે વારંવાર દોડતો આવે છે અને વારંવાર પડી જાય છે. વારંવારની નિષ્ફળતાઓ છતાં તેનો જુસ્સો તૂટ્યો ન હતો અને તેણે પ્રયત્ન ચાલુ રાખ્યા હતા. આખરે શ્વાને તે બાઉન્ડ્રી વોલ પર ચઢી જાય છે અને તેને પાર કરે છે.

Niraj Patel