આ પાલતુ શ્વાન બનવાનું છે કરોડોની સંપત્તિનું માલિક, ખ્યાતનામ મોડેલે પોતાની વસિયતમાં નામ કરાવ્યું દાખલ

દુનિયાની અંદર ઘણા લોકો એવા છે જેમનો પ્રાણી પ્રેમ જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી. “એન્ટરટેટમેન્ટ” આ ફિલ્મની અંદર કરોડોની સંપત્તિ એક પાલતુ શ્વાનના નામે કરી દેવામાં આવી હતી. પરંતુ આ તો એક ફિલ્મ હતી, પરંતુ હકીકતમાં આવી ઘટનાઓ બનવી ખુબ જ અકલ્પનિય છે.

પરંતુ હાલ એક ઘટના સામે આવી છે, જેમાં એક મોડલે પોતાની કરોડોની સંપત્તિ પોતાના પાલતુ શ્વાનના નામે કરી દીધી છે. જેની ચર્ચાઓ આજે દુનિયાભરમાં ફેલાઈ રહી છે.  અમેરિકાની એક પ્લેબોય મોડલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેના મોત બાદ તેની 15 કરોડની સંપત્તિનું માલિક તેનું પાલતુ શ્વાન હશે. જેની પાછળ એક ખાસ કારણ પણ છે.

ડેઇલી સ્ટારના રિપોર્ટ અનુસાર પ્લેબોય મોડલ જુ ઇસેને તેના ડોગને તેની સંપત્તિનો વારિસ જાહેર કરવા માટે વકીલો સાથે વાત કરી છે. જુના બે એપાર્ટમેન્ટ અને બે કાર પણ ફ્રાન્સિસ્કોના નામે કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે બ્રાજીલની મોડલ જુ ઇશેન લાંબા સમયથી અમેરિકામાં રહે છે અને તે પ્લેબોય મેગેજીનની ટોપ મોડલમાં ગણવામાં આવે છે.

મોડલ જુને પોતાનું કોઈ સંતાન નથી, તેથી તેણે પોતાની સંપત્તિ તેના પાલતુ શ્વાનના નામ પર કરવાનું નક્કી કર્યું છે. 35 વર્ષીય મોડલે કહ્યું કે “ફ્રાન્સિસ્કો’ તેનો જીવ છે અને તે તેને ખુબ જ પ્રેમ કરે છે.” જૂના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવી ઘણી તસવીરો છે, જેમાં તેની સાથે તેનો પાલતુ શ્વાન પણ જોવા મળી રહ્યો છે.

જુના પ્રાઇવેટ જેટમાં ‘ફ્રાન્સિસ્કો’ પણ મુસાફરી કરે છે. એટલું જ નહીં, જુ ‘ફ્રાન્સિસ્કો’ને એકથી એક મોંઘા દાટ કપડાં પણ પહેરાવે છે. એક રીતે કહીએ તો ફ્રાન્સિસ્કોની જિંદગી કોઈ સેલેબ્રીટી કરતા જરા પણ કમ નથી. મોડલનું કહેવું છે કે તે પોતાની જે સંપત્તિ તેના શ્વાનના નામે કરવા જઈ રહી છે.

જેના કારણે તેના બાદ “ફ્રાન્સિસ્કો” આરામદાયક જીવન જીવી શકે છે. તમને જણાવી દઈએ કે જુ પ્લાસ્ટિક સર્જરી કરાવવાને લઈને પણ ચર્ચામાં આવી હતી. તે અત્યાર સુધી 50થી પણ વધારે સર્જરી કરાવી ચુકી છે.

Niraj Patel