ધાર્મિક-દુનિયા

5 એવા મંદિર જ્યાં ભગવાનની નહીં પરંતુ કૂતરાની કરવામાં આવે છે પૂજા, થાય છે તમામ મનોકામનાઓ પૂર્ણ

આપણા દેશની અંદર ઘણા મંદિરો આવેલા છે, જે આસ્થા અને ધર્મના પ્રતીક માનવામાં આવે છે, આપણા દેશના મોટાભાગના મંદિરોમાં દેવી દેવતાઓ બિરાજમાન હોય છે, પરંતુ આજે અમે તમને આપણા દેશના એવા પાંચ મંદિરો જણાવીશું જ્યાં કોઈ દેવી દેવતા નહીં, પરંતુ કૂતરાઓની પૂજા કરવામાં આવે છે. અને ભક્તોનું એમ પણ મનાવું છે કે અહીંયા દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે, ચાલો જોઈએ એ મંદિરો ક્યાં ક્યાં આવેલા છે.

Image Source

1. અહીંયા છે 100 વર્ષ જૂનું કૂતરાનું મંદિર:
બુલંદ શહેરથી 15 કિલોમીટર દૂર આવેલા ઔદ્યોગિક ક્ષેત્ર સિકંદરાબાદની અંદર લગભગ 100 વર્ષ જૂનું એક એવું મંદિર છે, જ્યાં કૂતરાની કબરની પૂજા કરવામાં આવે છે. હોળી અને દિવાળી ઉપર અહીંયા મેળો પણ ભરાય છે. શ્રાવણ અને નવરાત્રીમાં અહીંયા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિર એક સાધુ લટૂરિયાં બાબાના કૂતરાને સમર્પિત છે. જેને સાધુના પ્રાણ ત્યાગવા ઉપર પોતાનો જીવ આપી દીધો હતો.

Image Source

2. કૂતરાની બનેલી આ સમાધિ લોકોની આસ્થાનો વિષય છે:
ગાજિયાબાદની પાસે આવેલા ચીપિયાના ગામની અંદર ભૈરવ બાબાનું એક મંદિર આવેલું છે. અહીંયા બનેલી કુતરાની સમાધિ લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર છે. કૂતરાની સમાધિ પાસે એક હોજ બનેલો છે. ગામલોકોની માન્યતા અનુસાર આ હોજમાં નાહવાના કારણે કૂતરાંના કરડવાની અસર સમાપ્ત થઇ જાય છે. આ કૂતરાની સમાધિ ઉપર લોકો પ્રસાદ ચઢાવે છે અને એક-બીજાને વહેંચે પણ છે.

Image Source

3. આ મંદિરમાં છે વિશેષ શક્તિઓ:
કર્ણાટકના રામનગર જિલ્લામાં આવવા વાળા ચિન્નપટના ગામમાં પણ એક કૂતરાનું મંદિર બનાવવામાં આવ્યું છે. સ્થાનિક લોકોનું માનવું છે કે કૂતરાની અંદર પોતાના માલિકને બચાવવાની પ્રાકૃતિક શક્તિઓ હોય છે. તે કોઈપણ પ્રાકૃતિક આપદાઓને પણ પહેલા જ ઓળખી લે હ્ચે. જેના માટે થઈને આ મંદિરને સમર્પિત કરવામાં આવ્યું છે.

Image Source

4. અહીંયા છે ડોગેસ દેવીનું મંદિર:
ઝાંસીની અંદર એક નાનું મંદિર કૂતરીને સમર્પિત કરવામાં આવ્યું છે. આ મંદિરની અંદર લોકો દીવો, ફૂલ, પ્રસાદ ચઢાવીને પૂજા કરે છે. ઝાંસીની અંદર રેવન અને કકવારા ગામની સીમા ઉપર આ મંદિર બનાવાવમાં આવ્યું છે જેને ડોગેસ દેવી તરીકે ઓળખવામાં આવે છે. પૂજારી પણ નિયમિત રૂપે બીજા મંદિરોની જેમ આ મંદિરની પણ પૂજા-આરતી કરે છે.

Image Source

5. આ મંદિરમાં દર્શન કરવાથી કુતરાનો ભય નથી સતાવતો:
છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ખાપરી ગામની અંદર “કુકરદેવ” નામનું એક પ્રાચીન મંદિર આવેલું છે. માન્યતા છે કે આ મંદિરમાં દર્શન કરવાથી કુકર ખાંસી અને કૂતરું કરડવાનો ભય નથી રહેતો. કુતરા ઉપરાંત આ મંદિરની અંદર બીજા દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે. જાણકારી પ્રમાણે આ મંદિરનું નિર્માણ ફણી નાગવંશી શાશકો દ્વારા 14મી થી 15મી શતાબ્દી દરમિયાન કરવામાં આવ્યું હતું.