ખબર

Viral Video: ઊંડા પાણીમાં બોલ લેવા જઈ રહી માસૂમ સાથે કૂતરાએ બચાવી, સોશિયલ મીડિયા પર થયા ભરપૂર વખાણ

ઘણીવાર જે કામ મનુષ્ય નથી કરી શકતા એ ક્યારેક જાનવર કરી નાખે છે. એટલે જ તો જાનવરોને મનુષ્યનો સૌથી મોટો મિત્ર કહેવાય છે. એમાં પણ જયારે વાત આવે કૂતરાની, તો કૂતરાની વફાદારીના કિસ્સા પણ ખૂબ જ સાંભળ્યા હશે. આ વાતને ફરીથી એક કૂતરાએ સાચી સાબિત કરી આપી છે કે કુતરા મનુષ્યના સાચા અને વફાદાર મિત્ર હોય છે.

કૂતરાની વફાદારીનો વધુ એક નમૂનો સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા ખૂબ જ વાયરલ થયો હતો. વાયરલ થયેલા આ વીડિયોમાં દેખાય છે કે એક કૂતરું બાળકીને પાણીમાં જતા બચાવે છે. એક નાની બાળકી નદી કિનારે પાણીમાંથી પોતાનો બોલ લેવા જાય છે, ત્યારે ત્યાં હાજર કૂતરું તેનું ફ્રોક પકડીને તેને ખેંચીને કિનારાથી દૂર લઇ જાય છે અને બેસાડી દે છે. આ પછી આ કૂતરું જાતે પાણીમાં જઈને બોલ લઈને આવે છે.

આ વીડિયોને ટ્વીટર પર Physics-astronomy.org નામની એક સંસ્થાએ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. આ વિડીયો પર લોકોએ ઘણી કૉમેન્ટ્સ પણ કરી છે.

અહીં નોંધનીય છે કે કૂતરાને મનુષ્યના જુના અને વફાદાર પાળતું જાનવર માનવામાં આવે છે. કુતરા અને મનુષ્ય વચ્ચેનો આ નાતો ખૂબ જ જૂનો છે. ઘણા કૂતરાઓએ પોતાના માલિકના જીવની રક્ષા કરતા પોતાના જીવ ગુમાવ્યાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks