પાલતુ શ્વાનનો પ્રેમ તો જુઓ: લગ્ન બાદ વિદાય લઈને સાસરે જઈ રહી હતી કન્યા અને પછી શ્વાને જે કર્યું તે જોઈને તમારી આંખો પણ ભીની થઇ જશે, જુઓ વીડિયો

લગ્ન બાદ પોતાના પ્રિય શ્વાનને છોડવાનું દુઃખ જોઈને કન્યા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, પરિવારજનોની આંખમાં પણ આવ્યા આંસુ, જુઓ વીડિયો

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર લગ્નની એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જે પેટ પકડીને હસવા માટે મજબુર કરી દેતી હોય છે, પરંતુ જયારે સમય કન્યા વિદાયનો આવે છે ત્યારે લોકોની આંખોમાં આંસુઓ આવી જાય છે.

કન્યા વિદાયની ક્ષણ ખુબ જ ભાવુક કરી દેનારી હોય છે. જેમાં કન્યાને ધ્રુસકે ધ્રુસકે રડતા જોઈને કન્યાપક્ષ તેમજ વરપક્ષના લોકોની આંખોના પોપચાં પણ ભીના થઇ જાય છે. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પરિવારનો એક પાલતુ શ્વાન કન્યા વિદાય બાદ કન્યાને જતા રોકતો જોવા મળી રહ્યો છે આ ઘટનાએ સૌની આંખોમાં આંસુઓ લાવી દીધા.

24 સેકન્ડના આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે વિદાય વખતે દુલ્હન ખૂબ રડી રહી છે. હકીકતમાં તે માત્ર તેના પરિવાર અને ઘરને છોડીને દુ:ખી નથી, પરંતુ તેને પ્રિય શ્વાનથી અલગ થવાનું પણ દુઃખ છે. સ્પષ્ટ દેખાય છે કે માત્ર કન્યા જ નહીં, શ્વાન પણ તેનો સાથ છોડવા તૈયાર નથી ! તે પણ તેનાથી દૂર થવાનું નામ નથી લઈ રહ્યો.

 

View this post on Instagram

 

A post shared by piya shani (@i_love_yau_1430)

બંને એકબીજાની બાજુમાં બેઠા છે. કન્યા તેને પ્રેમથી ભેટીને રડી રહી છે, જ્યારે શ્વાન પણ તેની પૂંછડી હલાવીને તેની લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છે. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પરંતુ ઘણા લોકોને આ વીડિયો ખુબ જ ભાવુક કરતો જોવા મળી રહ્યો છે. ઘણા લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel