આ શ્વાને સુપર ફાસ્ટ ટ્રેન આગળ લગાવી રેસ, એવું દોડ્યું એવું દોડ્યું કે જોનારાની આંખો પણ રહી ગઈ દંગ, જુઓ વીડિયોમાં કોની થઇ જીત ?

ઘણીવાર તમે બાઈક કે કાર લઈને જતા હોય ત્યારે રસ્તા ઉપર ઉભેલા શ્વાન તમારા વાહન પાછળ દોડતા હોય છે. તમે જોયું હશે કે તમે જેટલું વાહન ફાસ્ટ જવા દેશો શ્વાન પણ એટલા જ ઝડપી પાછળ દોડવા લાગી જશે. ઘણીવાર તો આ કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે. સોશિયલ મીડિયામાં ઉપર આવી ઘણી ઘટનાઓના વીડિયો અને તસવીરો પણ સામે આવતી હોય છે.

હાલ આવો જ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ વીડિયોની ખાસ વાત એ છે કે શ્વાન કોઈ કાર કે બાઇક સાથે નહીં પરંતુ ટ્રેન સાથે દોડી રહ્યો છે. શ્વાન ટ્રેન સામે જીત મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરતો જોવા મળે છે. આ વીડિયોને લોકો સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક શ્વાન ટ્રેનના પાટા પાસે ઉભા છે. ત્યારે ત્યાંથી એક હાઈસ્પીડ ટ્રેન પસાર થઈ રહી છે. જેવી તે શ્વાનની સામે આવે છે કે એક શ્વાન તેની સાથે દોડે છે. ખાસ વાત એ છે કે શ્વાન ટ્રેનની સાથે થોડે સુધી નહીં પણ ઘણો દોડતો જોવા મળે છે, જાણે કે તેને હારવાનો ડર હોય. શ્વાનને જોઈને લાગે છે કે તે કોઈક રીતે આ ટ્રેનને ઓવરટેક કરવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by UNILAD (@unilad)

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર unilad પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને લાખો લોકોએ જોયો છે. આ વીડિયોને 3.52 લાખથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. આ વીડિયો પર મોટી સંખ્યામાં લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. ઘણા લોકોને આ વીડિયો ખુબ જ પસંદ આવ્યો છે.

Niraj Patel