સોશિયલ મીડિયા પર ઘણીવાર દર્દનાક વીડિયો સામે આવતા રહે છે, ત્યારે હાલમાં ઈન્દોરથી એક વીડિયો સામે આવ્યો, જેમાં એક કારે રસ્તા પર રમતા ગલુડિયાઓને કચડી નાખ્યા. અહેવાલો અનુસાર, આ ઘટના રવિવારે મહાદેવ ટોટલા નગરમાં બની હતી અને સીસીટીવીમાં કેદ થઈ ગઇ હતી. વીડિયોમાં એક સફેદ કાર ગલુડિયાઓને કચડતી જોવા મળી રહી છે. ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. લગભગ છ ગલુડિયાઓ હોવાનું સામે આવ્યુ છે જેમાંથી બેનું ઘટનાસ્થળે જ મોત થયું.
આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ચર્ચામાં છે અને લોકો કાર ચાલકની આકરી નિંદા કરી રહ્યા છે. “પીપુલ ફોર એનિમલ્સ” અને સોશિયલ મીડિયા યુઝર્સ આરોપીઓ સામે વહેલી તકે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક ગલુડિયાઓ રસ્તા પર રમતા હતા ત્યારે અચાનક એક સફેદ એસયુવી કાર આવી અને ડ્રાઇવરે ગલુડિયાઓને જોયા વગર સીધી જ કાર ઉપરથી ચલાવી દીધી.
આ પછી ગલુડિયાઓની મા દોડીનો આવે છે અને બાર્કિંગ કરે છે તેમજ કાર હટાવવાની કોશિશ પણ કરે છે. અહીં સુધી કે તે ટાયરને પણ કાપવાની કોશિશ કરે છે. ત્યારે જ એખ સ્કૂટી સવાર આવે છે અને બધુ જુએ છે પણ ત્યાંથી નીકળી જાય છે. આ દરમિયાન કારચાલક રિવર્સ કરી ત્યાંથી ફરાર થઇ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.
@streetdogsofbombay નામના ઇન્સ્ટા હેન્ડલ પર આ ક્લિપ 10 ઓગસ્ટ 2024ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- ઈન્દોરના મહાદેવ ટોટલા નગરમાં એક દુ:ખદ ઘટનામાં બે માસૂમ ગલુડિયાઓને કાર દ્વારા ક્રૂરતાપૂર્વક કચડી નાખવામાં આવ્યા. ડ્રાઈવરે મદદ કરવાને બદલે તેમને ત્યાં જ છોડી દીધા. PFA ઈન્દોર ટીમનું નેતૃત્વ કરવાવાળા (@priyanshujain970) એ તરત કાર્યવાહી કરતા બીએનએસ અધિનિયમની ધારા 325 અંતર્ગત FIR કરાવી છે.
View this post on Instagram