નાની હાઈટ હોવાનું નુકશાન વેઠી રહ્યું છે આ ક્યૂટ ક્યૂટ ડોગ, જુઓ મજેદાર વીડિયો

સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ તથા હોય છે. તેમાં પણ પાલતુ પેટ્સના વીડિયો જોવાનું લોકો ખુબ જ પસંદ કરે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક ક્યૂટ ક્યૂટ નાના એવા ડોગીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેની ક્યુટનેસ તો દિલ જીતી જ રહી છે પરંતુ તેની ઓછી હાઈટ તેના માટે મુસીબત બની રહી છે તે પણ જોઈ શકાય છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પેટ ડોગ સીડી પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેની ઉંચાઈ ઓછી હોવાને કારણે તેને સીડીઓ પરથી ઉતરવામાં મુશ્કેલી પડી રહી છે. પછી અચાનક કંઈક એવું બને છે કે તમને પણ તેની હાલત પર દયા આવવા લાગશે. નીચે ઉતરવાનો પ્રયાસ કરતી વખતે આ કયુટી પાઇ આગલી ચાર સીડીઓ ઉપરથી નીચે પડે છે.

સ્વાભાવિક છે કે આટલી ઊંચેથી પડ્યા પછી આ ગલુડિયાને વાગ્યું પણ હશે. આ વીડિયો જોઈને ઘણા યુઝર્સ હસી રહ્યા છે તો કેટલાકને પપી માટે ખરાબ પણ લાગી રહ્યું છે. આ વીડિયોમાં લખવામાં આવ્યું છે કે તમારી નાની ઉંચાઈવાળા મિત્રોને ટેગ કરો. આ વીડિયો જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પોતાના મિત્રોને પણ ટેગ કર્યા છે.


એટલું જ નહીં આ વીડિયોને ત્રણ હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં મિત્રો એકબીજા સાથે મજાક કરતા પણ જોઈ શકાય છે. તો ઘણા લોકોને આ ક્યૂટ પપી ખુબ જ પસંદ પણ આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં આવા જ પેટ ડોગના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં તેમની ક્યૂટ હરકતો દિલ જીતી લે છે.

Niraj Patel