ખેતરમાં ટ્રેક્ટર લઈને નિકળી ગયો કૂતરો, વીડિયો જોઈને તમે પણ ચોંરી જશો

સોશિયલ મીડિયા અગણીત વીડિયોથી ભર્યું પડ્યું છે. રોજે રોજ લાખોની સંખ્યામાં વીડિયો અપલોડ થાય છે. લોકો પોતાની ક્રિએટીવીટી બતાવવા પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ન માત્ર માણસોના પરંતુ પ્રાણી,પશુ અને પક્ષીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવે છે.

પાળતુ પ્રાણીના વીડિયો એટલા મજેદાર હોય છે કે તેને જોઈને તમારુ માઈન્ડ ફ્રેશ થઈ જાય. આમ તો આપણે જાણીએ જ છીએ કે, કૂતરા માણસોના સારા દોસ્ત હોય છે. કૂતરા સમજદાર પણ હોય છે અને વફાદાર પણ હોય છે. ઘણા એવા કિસ્સા પણ આપણી સામે આવ્યા છે જેમા કૂતરાએ તેના માલિકનો જીવ બચાવ્યો હોય. આ ઉપરાંત કૂતરા કેટલા હોશિયાર હોય છે તેનું ઉદાહરણ એ વાત પરથી પણ સમજી શકાય છે કે, કૂતરાને સેનામાં પણ સામેલ કરવામાં આવે છે. એવા ઘણા કૂતરા છે જેમણે પોતાની ચતુરાઈથી મોટી દૂર્ઘટના ઘટતા અટકાવી હોય.

હાલમાં આવો જ એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોશો કે એક કૂતરો ટ્રેક્ટર ચાવી રહ્યો છે. આ વીડિયો જેવો સોશિયલ મીડિયા પર અપલોડ થયો કે તુરંત જ વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં તમે જોશો કે એકદમ માણસોની જેમ જ સ્ટિયરિંગ પકડીને કૂતરો ટ્રેક્ટર ચલાવી રહ્યો છે. આકરા તાપમાં ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા કૂતરાનું ટેલેન્ટ જોઈને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

આ વીડિયોને @buitengebieden નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ એક વ્યક્તિએ લખ્યું, ટ્રેક્ટર ચલાવવું સાચે જ અઘરુ છે. આ કૂતરા જરૂર સારી ટ્રેનિંગ આપવામાં આવી હશે. તો બીજા એક યૂઝરે લખ્યું કે, હું આ વીડિયો જોયા બાદ ખુબ હેરાન છું. આ કૂતરો ખરેખર કમાલ છે. લોકો આ વીડિયોને ખુબ લાઈક અને શેર કરી રહ્યા છે. સાથે સાથે તેમના માલિકની પણ પ્રશંસા કરી રહ્યા છે જેમણે આ કૂતરાને આવી સરસ ટ્રેનિંગ આપી. જો કે કૂતરા માણસ સાથે આરામથી ભળી જાય છે. આપણે ઘણી ફિલ્મોમાં પણ કૂતરાને અભિનય કરતા જોયા છે. નાના બાળકોને પણ કૂતરા બહુ પ્રિય હોય છે.

YC