આ ડોક્ટરની નિર્દયતા તો જુઓ, બિચારા અબોલા શ્વાનને ગાડી પાછળ દોરડાથી બાંધ્યો અને પછી પુરપાટ ઝડપે ગાડી દોડાવી શ્વાનને પણ… જુઓ વીડિયો

આજે ઘણા લોકો પોતાના ઘરમાં શ્વાન રાખતા હોય છે અને શ્વાનને પોતાના પરિવારની જેમ પ્રેમ પણ કરતા હોય છે, પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જેમને શ્વાન પસંદ નથી હોતા અને તેમની સાથે તે અત્યાચાર પણ કરતા હોય છે. આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સામે આવે છે જેમાં કોઈ વ્યક્તિ શ્વાનને નિર્દય બનીને મારતો હોય છે, પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તે જોઈને તમારા પણ રૂંવાડા ઉભા થઇ જશે.

આ મામલો સામે આવ્યો છે રાજસ્થાનના જોધપુરમાંથી. જ્યાં એક તબીબ ક્રૂરતાની હદ વટાવીને શ્વાનને દોરડા વડે કાર સાથે બાંધીને દૂર ખેંચી ગયો. આ દરમિયાન આ મૂંગું પ્રાણી પોતાનો જીવ બચાવવા કાર સાથે દોડી રહ્યું હતું, પરંતુ આ ડૉક્ટરનું હૃદય જરા પણ ના પીગળ્યું. ત્યાં હાજર એક યુવકે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો અને ત્યાર બાદ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

જોધપુરમાં અબોલા જીવ સાથે અત્યાચારનો મામલો સામે આવ્યો છે. પૃથ્વીના ભગવાન કહેવાતા ડૉક્ટરે અબોલા શ્વાન સાથે શું કર્યું તેનો સંપૂર્ણ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ અંદાજ લગાવી શકો છો કે આ ડોક્ટર વિરુદ્ધ દરેકને કેટલો ગુસ્સો આવી ગયો હશે.

આ ડોક્ટરે જે કર્યું છે તે જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે. આ નિર્દય ડોકટરે એક શ્વાનને દોરડાથી પોતાની કાર પાછળ બાંધ્યો છે અને કાર પાછળ જ તેને દોડાવી રહ્યો છે. શ્વાન પણ પોતાનો જીવ બચાવવા માટે ગાડીની ઝડપ સાથે દોડી રહ્યો છે. તેની પીડા પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. જ્યારે લોકોએ તેને રસ્તા વચ્ચે ચાલતી વખતે જોયો ત્યારે તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો, પરંતુ આ ડોક્ટરને કેટલીક સલાહ આપતા પણ જોવા મળ્યા હતા, છતાં કદાચ આ ડોક્ટરનું દિલ ના પીગળ્યું.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ શ્વાન પ્રેમીઓ અને સંગઠન સાથે જોડાયેલા લોકોએ આ ડોક્ટર રજનીશ ગાલ્વા વિરુદ્ધ શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. એક તરફ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની સુરક્ષા માટે અનેક પ્રયાસો કરે છે તો બીજી તરફ આવા દ્રશ્યો દેશના પ્રવાસન શહેર જોધપુરની છબીને બદનામ કરી રહ્યા છે. જોધપુરમાં માનવીય ક્રૂરતા એટલી વધી ગઈ છે કે જંગલી પ્રાણીઓ સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું હતું.

Niraj Patel