આ શ્વાનનું સાહસ તો જુઓ, ઢગલાબંધ વાઘ સાથે પણ વાઘ થઈને ફરે છે, વીડિયો જોઈને તમે પણ તેને શાબાસી જરૂર આપશો, જુઓ

સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારના વીડિયો ટ્રેન્ડિંગમાં આવી જતા હોય છે, ગંઘના વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણે પણ આપણી આંખો ઉપર વિશ્વાસ નથી કરી શકતા. પ્રાણીઓને લગતા પણ ઘણા બધા વીડિયો આપણે વાયરલ થતા જોયા હશે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને ચોક્કસ તમારા હોશ ઉડી જવાના છે.

આ વાયરલ વિડિયોમાં એક સુંદર લેબ્રાડોર ખતરનાક વાઘની વચ્ચે બેદરકારીથી ફરે છે. આ શ્વાનના ચહેરા પર સહેજ પણ ડર નથી દેખાતો. એવું લાગે છે કે આ શ્વાન આ બધા વાઘને લાંબા સમયથી ઓળખે છે. પોસ્ટ અનુસાર આ ફિમેલ ડોગે વાઘના બાળપણમાં તેને પોતાનું દૂધ પીવડાવ્યું હતું.

પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે બાળપણમાં દૂધ પીવડાવવાના કારણે વાઘને લાગે છે કે આ લેબ્રાડોર તેમની માતા છે. આવો વીડિયો તમે ક્યારેય નહિ જોયો હોય. એક નીડર શ્વાન જેને જંગલના આવા ખતરનાક પ્રાણીઓનો કોઈ ડર નથી. વાઘ માટે શ્વાનને નુકસાન પહોંચાડવું શક્ય નથી કારણ કે બધાએ તેને માતાનો દરજ્જો આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Tiger (@tiger__bigfan)

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર જંગલમાં આગની જેમ ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે અને તેને 55 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. એટલું જ નહીં આ વીડિયો પર મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે અને આ શ્વાનની બહાદુરી અને નીડરતાના વખાણ પણ કરી રહ્યા છે.

Niraj Patel