ખબર

આ કુતરાએ ભારે કરી…ગળી ગયો ચમચી, માલિકને સર્જરી પાછળ થયો અધધધ કરોડ રૂપિયાનો ખર્ચો

આપણા ઘરમાં બાળક હોય તો આપણે હંમેશા તેને એવી વસ્તુથી દૂર રાખતા હોય છે. જેમ કે, ચમચીઓ, સ્ટેપ્લર, ફોનનું ચાર્જર, હીરાની વીંટીઓ અનેં નાના રમકડાં બાળકોથી દૂર રાખતા હોય છે. આપણને હંમેશા એવી ચિંતા હોય છે કે, બાળક આ વસ્તુને ગલી જશે તો ? પરંતુ શું તમે પાલતુ કુતરાથી આ વસ્તુ દૂર રાખો છો. જો નથી રાખતા તો તમારા માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે.

એક પાલતુ કુતરો એવી વસ્તુ ગળી ગયો કે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડીને સર્જરી કરવી પડી હતી. બુગી નામનો પાલતુ કૂતરો એક દિવસ દવા પિતા-પિતા ચમચી ગળી ગયો હતો. કૂતરાના ગળામાંથી ચમચી કાઢવા માટે સર્જરી કરાવવી પડી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, 2009માં આ સર્જરી પાછળ 5 મિલિયન ડોલર એટલે કે, લગભગ 32 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો.

Image Source

આ સિવાય લુસી નામના કુતરાએ પણ કંઈક આવું જ કર્યું હતું. એક દિવસ લુસીની હાલત બગડતા તેને વેટનરી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં લુસીનો એક્સ-રે કરવામાં આવતા 300 ડોલરનો ખર્ચ કર્યો હતો. આ બાદ બીમારીનું સાચું કારણ સામે આવ્યું હતું. લ્યૂસીની બીમારીનું કારણ હતું માલિકની ખોવાયેલી એંગેજમેન્ટ રિંગ. આ રિંગ લુસીના ગળી ગયો હતો.

Image Source

ન્યુયોર્કમાં રહેતો ફ્રેડ નામના કૂતરો કંઈ ગળી તો ગયો ના હતો.પરંતુ તેને એવું ખાધું હતું કે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. આ કૂતરો એક દિવસ મોટા પ્રમાણમાં દ્રાક્ષ ખાઈ ગયો હતો. કુતરા માટે દ્રાક્ષ ઝેરી હતી. ફ્રેડનો જીવ બચાવવા માટે તેને ઉલ્ટી કરાવવામાં આવી હતી. આ બાદ તેને ચોકલેટ ખાતા ફરી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ફ્રેડને કંઈકને કંઈક ખાવાની ઈચ્છા થતી કે એક દિવસ તે ગુંદરની બોટલ ખાઈ ગયો હતો. તો એક દિવસ મોબાઈલનું ચાર્જર ખાઈ ગયો હતો. આ બધું ફ્રેડના પેટમાંથી બહાર કાઢ્યું તો તેની સર્જરીનો ખર્ચ થયો 2 લાખ 23 હજાર રૂપિયા.

Image Source

સ્ટીવ નામના કૂતરાએ તો હદ જ કરી નાખી હતી. સ્ટીવ નામના કુતરાએ એક દિવસમાં સેંકડો કાંકરા ગળી ગયો હતો. ડોકટરોએ જયારે એક્સ-રે રિપોર્ટ જોયો ત્યારે એને પણ ચોંકી ઉઠ્યા હતા. સ્ટીવના માલિક રેબેકા પોતે પ્રાણીઓની હોસ્પિટલમાં જ નોકરી કરે છે જેથી સ્ટીવનો ઈલાજ સસ્તામાં થયો બાકી મસમોટું બિલ બની જાત.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.