વાંદરા અને કૂતરાએ ભેગા મળીને દુકાનમાંથી ચિપ્સ ચોરી કરતાનો વીડિયો થયો વાયરલ, જુઓ તેમની ગજબની મિત્રતાનો વીડિયો

જો કોઈ પણ કામ ટીમવર્ક સાથે કરવામાં આવે તો મહેનત ઓછી અને સફળતા મળવાની શક્યતાઓ વધુ હોય છે. જો કે ઘણી વાર ચોર પણ આ જ કામ કરતા જોવા મળે છે. પરંતુ જો ચોર વાંદરા અને કૂતરાની જોડી હોય તો સફળતાની કોઈ ગેરંટી નથી. એક દુકાન પાસે આપણે જોઈ શકીએ છીએ કે વાંદરો ચિપ્સના પેકેટની ચોરી કરી રહ્યો છે અને તેનો મિત્ર આમાં તેની મદદ કરી રહ્યો છે.

વાંદરાને કૂતરાની પીઠ પર ઊભો રાખીને દુકાનમાંથી ચિપ્સના પેકેટની ચોરી કરતો બતાવવામાં આવ્યો છે. આને Memes.bks દ્વારા ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન સાથે શેર કરવામાં આવ્યું છે કે કોણ કહે છે કે વાંદરા અને કૂતરો સારા મિત્રો નથી હોતા. આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સને ખુશ કર્યા છે જે લોકોએ તેમની મિત્રતા વિશે રમુજી ટિપ્પણી કરીને પ્રતિક્રિયા આપી.

કૂતરા અને વાંદરાની મિત્રતાનો વીડિયો તમને ચોક્કસ હસાવશે. બંને મિત્રો એક દુકાન પાસે ચોરી કરતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા. કૂતરાએ વાંદરાને ચિપ્સનું પેકેટ ચોરવામાં મદદ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું આ જોયા પછી મને મારો મિત્ર યાદ આવી ગયો. અન્ય યુઝરે ટીમવર્ક લખ્યું.

એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે પેરેલલ યુનિવર્સ તેને બીજા લેવલ પર લઈ ગયા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 2,500 થી વધુ લાઈક્સ અને 29,000 થી વધુ વ્યૂઝ મળ્યા છે. જો કે પ્રાચીન સમયથી એવું કહેવામાં આવે છે કે વાંદરા અને કૂતરા મિત્ર ન હોઈ શકે સોશિયલ મીડિયા પરના કેટલાક વીડિયોએ તેમને ખોટા સાબિત કર્યા છે.

આ પહેલા પણ બે વર્ષ પહેલા એક જંગલી વાંદરાનો તેના મનપસંદ કૂતરા પર સવારી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડિયો ધ ડોડો દ્વારા YouTube પર શેર કરવામાં આવ્યો હતો અને તેને 10 લાખથી વધુ વ્યૂઝ અને 17,000થી વધુ લાઈક્સ મળી છે.

Patel Meet