Navratri News ખબર ફિલ્મી દુનિયા

નવરાત્રી સ્પેશિયલ શોમાં દયાબેનથી થશે ફરી એન્ટ્રી? વાંચો માધવીભાભીનો જવાબ

ખુશખબરી: પ્રોડ્યુસર અસિત મોદી અને માધવીભાભીએ આપ્યો જવાબ

સામાન્ય રીતે ટીવી પર ઘણા કોમેડી શો આપણે જોતા હોય છે. પરંતુ દર્શકોના દિલમાં રાજ કરી રહ્યો છે તે શો છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ શોના દરેક પાત્રએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આ જ કારણે આ શો છેલ્લા 12 વર્ષ ચાલી રહ્યો છે. નાના પડદાનો સૌથી પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરરોજ નવા એપિસોડની સાથે-સાથે તેની કાસ્ટમાં પણ બદલાવને લઈને ચર્ચામાં રહે છે. આ શોની ખાસ વાત એ છે કે, અહીં જોવા મળતા દરેક એક્ટરનું અલગ જ ફેન ફોલોઇંગ છે. દરેક એક્ટર સિરિયલનો અહમ હિસ્સો છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@dishavakanioffcal) on

દિશાને પરત ફરવાને લઈને ઘણીં મુશ્કેલી આવી હતી જેમ કે, પેમેન્ટ વધારવાની માંગ તો કયારેક મેકર્સની નારાજગી. લાંબા સમયથી પડદા પરથી ગાયબ દિશા વાંકાણીને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તે જલ્દી જ આ શોમાં પરત ફરશે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@dishavakanioffcal) on

જણાવી દઈએ કે, દિશા વાંકાણીએ 2017માં મેટરનિટી લિવ પર ગઈ હતી. તે બાદ આજ દિવસ સુધી પાછી ફરી નથી.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@dishavakanioffcal) on

દિશાને સીરિયલમાં પરત ફરવાને લઈને માધવી ભાભી એટલે કે સોનાલિકાએ મૌન તોડ્યું છે. માધવી ભાભીએ જણાવ્યું હતું કે, હાલના સમયે આ અંગેની કોઈ જાણકારી નથી. દિશાને સીરિયલમાં પરત ફરવાને લઈને પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું હતું કે, હજુ દિશાની સિરિયલમાં પરત ફરવાને લઈને કોઈ નક્કી નથી. મેકર્સ દ્વારા દિશાને શોમાં પરત ફરવાને લઈને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યું છે. લોકો દયાબેનનાં પાત્રમાં દિશા સીવાય અન્ય કોઇને જોઇ શકે નહીં.

એવામાં મેકર્સ ફેન્સના આ ગમતા પાત્રને તેનાથી વધારે સમય દૂર રાખવા નથી માંગતા. ત્યારે દરેકને એક જ રાહ છે કે ક્યારે આ શોમાં દયાભાભીના રોલમાં દિશા વાકાણીની એન્ટ્રી થાય છે અને ફેન્સની રાહ પૂર્ણ થાય છે. દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. દયા બેન શોમાં ક્યારે પરત ફરશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.