ખબર

ડોકટરે પહેર્યા 6 માસ્ક, કારણ કે લોકોનો ભ્રમ દૂર થાય, જુઓ વાયરલ થઈ રહેલો વિડીયો

કોરોના સંક્ર્મણ આખી દુનિયાભરમાં ફેલાઈ ગયું છે, ત્યારે તેનાથી બચવાનો એક માત્ર ઉપર માસ્ક પહેરીને જ બહાર નીકળવું છે. સાથે સૅનેટાઇઝરથી  વારંવાર હાથ સાફ કરવાથી પણ આ વાયરસનું સંક્ર્મણ અટકે છે. સૅનેટાઇઝરથી લોકોને કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ માસ્ક પહેરવા બાબતે ઘણા લોકો ઘણી ફરિયાદો કરતા હોય છે. આ બધી જ ફરિયાદો અને ભ્રમને દૂર કરતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Image Source

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલો આ વિડીયો @DrZeroCra દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોના કેપશનમાં જ તેમને લખ્યું છે કે “શું માસ્ક પહેરવાથી ઓક્સીજનનું સ્તર ઘટી જાય છે?”

Image Source

આ સવાલ આજે ઘણા દર્દીઓ પૂછી રહ્યા છે તેનો જવાબ આપવા માટે ડોકટરે પોતાના ચહેરા ઉપર એક પછી એક 6 માસ્ક પહેર્યા અને બીજીતરફ ઓક્સિજન લેવલ પણ ચેક કર્યું, આ દરમિયાન તેમને જણાવ્યું કે માસ્ક પહેરવાથી ઓક્સિજન લેવલ ઓછું નથી થતું.”

આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 6.5 લાખ કરતા પણ વધારે લોકોએ જોઈ લીધો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.