વાયરલ

ડોક્ટર સાહેબે લગાવી લીધી વેક્સીન અને પછી પત્નીનો આવ્યો ફોન, જુઓ પછી શું થયું વીડિયોમાં, હસી હસીને પેટ દુઃખી જશે

પતિ પત્ની ઉપરના ઘણા જોક્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો પણ આપણે વાયરલ થતા જોયા હશે, જેમાં પતિ હંમેશા પત્નીથી ડરતો બતાવે છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે એમાં પત્નીનો ડર જોઈને તમે પણ હસી હસીને થાકી જશો. (તમામ તસવીરો: ટ્વીટર વીડિયોમાંથી)

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક ડોક્ટર સાહેબ છે, તે પોતાની કારમાં બેસીને લાઈવ કરી રહ્યા છે અને અચાનક જ તેમની પત્નીનો ફોન આવી જાય છે. પત્ની જ્યારે ફોન ઉપર તેમને કહે છે કે, “તમે વેક્સીન લગાવી આવ્યા ?” અને જવાબમાં પતિના હા કહેવાની સાથે જ પત્ની તેમના ઉપર તૂટી પડે છે.”

વાયરલ થઇ રહેલા આ વીડિયોને તરુણ શુક્લા નામના ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, સાથે તેને જણાવ્યું છે કે આ વીડિયોમાં જોવા મળી રહેલ વ્યક્તિ ડોક્ટર કેકે અગ્રવાલ છે. જોઈ લો તમે જ આ વીડિયોની અંદર કે પત્ની કેવી રીતે પોતાના પતિની ઝાટકણી કાઢી રહી છે.