માસુમ લોકોના જીવ બચાવનાર આ ગર્ભવતી લેડી ડોક્ટર જીવનનો જંગ હારી ગયા…!!! મૃત પહેલા બાળકને જન્મ આપ્યો

દુઃખદ સમાચાર: 140 દિવસ બાદ જીવનની જંગ હારી ગઇ ડોક્ટર શારદા, CMએ આપ્યા ડોઢ કરોડ પણ આ વસ્તુ ન મળી

મિત્રો કોરોનાની સેકન્ડ વેવમાં હજારો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા અને ઘણા લોકો એવા પણ હતા જે પોતાના પરિવારના મોત પછી પણ ડ્યુટી પર હાજર રહ્યા જેને આપણા કોરોના વોરીયર કહીએ છીએ. ડોક્ટરો એ સમયે ખુદ કોરોનાના શિકાર હોવા છતા લોકો ની સેવા કરતા રહ્યા. એવી જ એક મહિલા ડોક્ટર કે જેણે અનેક લોકો ના જીવ બચાવ્યા હતા. તેણે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે.

કોરોના કાળમાં કેટલાય લોકોના જીવન બચાવનાર ડોક્ટર શારદા સુમન જીવનની જંગ હારી ગઇ. લગભગ 140 દિવસ સુધી તે વેંટિલેટર પર મોત સામે જંગ લડતી રહી. ડોનર ન મળવાને કારણે ડો.શારદાના ફેફસા ટ્રાસપ્લાંટ ન થઇ શક્યા. સંક્રમણ વધવા પર 4 સપ્ટેમ્બરે તેના શ્વાસ થમી ગયા. શારદાના પરિવારવાળાએ હૈદરાબાદમાં તેના અંતિમ સંસ્કાર કર્યા. હવે પરિવાર ડો.શારદાની સ્તનપાન કરાવનાર દીકરીના ઉછેરની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. 14 એપ્રિલના રોજ ડો.શારદાને લોહિયાના કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ તેની તબિયતમાં સુધાર ન થયો.

વર્ષ 2018માં ડો.શારદા સુમને સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગમાં જુનિયર રેજિડેંટના રૂપમાં નોકરી શરૂ કરી. તે સંસ્થાનમાં ડીએનબીની છાત્રા હતી. 29 મે 2019ન રોજ શારદાના લગ્ન ખલીલાબાદ નિવાસી ડો.અજય સાથે થયા હતા.બંને લોહિયા સંસ્થાનમાં રેજિડેંટના પદ પર કાર્યરત હતા. પ્રેગ્નેંસી દરમિયાન પણ ડો.શારદા ડ્યુટી કરી રહી હતી અને ડ્યુટી દરમિયાન તે કોરોના સંક્રમિત થઇ હતી. મેડિસિન વિભાગમાં રહેનાપ પતિ ડો.અજય અનુસાર તેમની પત્ની ઇસીએમઓ પર જીવન માટે જંગ લડતી રહી અને કેટલાય દિવસો સુધી વેન્ટિલેટર પર રહી. ભ્રૂણનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ એક મે વેંટિલેટ્ર પર એક બાળકીને જન્મ આપ્યો.

વિશેષજ્ઞ ડોક્ટરોએ ડો.શારદાનો જીવ બચાવવા માટે ફેફસા પ્રત્યારોપણનો વિકલ્પ કહ્યો હતો. આ પર લગભગ ડોઢ કરોડ રૂપિયા ખર્ચ કરવાની વાત કહી હતી. બાદમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ મામલે સંજ્ઞા લીધી હતી. તે બાદ સંસ્થાનની નિદેશક ડો. નિત્યાનંદ, સીએમએસ ડો. રાજન ભટનાગર અને ચિકિત્સા અધીક્ષક ડો.વિક્રમ સિંહે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી.

મુખ્યમંત્રીના નિર્દેશ પર ઉચ્ચ શક્તિ વિશેષજ્ઞોની કમિટી ગઠિત કરી ફેફસાના પ્રત્યારોપણને મંજૂરી આપી હતી. મુખ્યમંત્રીએ શારદાના જીવન માટે સહાયતા કૃષ્ણા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ હૈદરાબાદ મોકલી. પતિએ જણાવ્યુ કે, શારદાની કિમ્સમાં 34 દિવસ સુધી સારવાર ચાલી. સારવાર છત્તાં પણ તેની હાલતમાં સુધાર આવી રહ્યો ન હતો અને તબિયત બગડતી હતી. સંક્રમણ ધીરે ધીરે વધતુ ગયુ. આખરે ડોનર ન મળવાને કારણે 4 સપ્ટેમ્બરના રોજ તેની મોત થઇ ગઇ. પતિએ જણાવ્યુ કે, તેણે લગભગ 140 દિવસ સુધી સંઘર્ષ કર્યુ.

YC