મનોરંજન

35 વર્ષ પહેલા બિગ-બીનો ઈલાજ કરનાર ડોક્ટર પહોંચ્યા KBCમાં, અમિતાભે હાથ જોડીને કેમ માંગી માફી? જાણો વિગત

કૌન બનેગા કરોડપતિની હાલ 11મી સીઝન ચાલી રહી છે. શુક્રવારે આ સિઝનનો પહેલો સ્પર્ધક હતો. જેને 1 કરોડ રૂપિયા જીત્યા હતા. ત્યારે કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં એક ખાસ શખ્સની એન્ટ્રી થઇ હતી. આ વખતે આ સ્પેશિયલ એપિસોડમાં દેશના બેસ્ટ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રમાના રાવ બેઠા હતા.

 

View this post on Instagram

 

Smile .. takes lesser muscles than a frown .. ! Also .. exhibits many other qualities .. but of that some other time ..🤣🤣

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ બચ્ચન પણ રમાના રાવને મળીને અમિતાભ બચ્ચન પણ ઘણા ઉત્સાહમાં આવી ગયા હતા. પરંતુ રમાના રાવે આ શો દરમિયાન એક કિસ્સો શેર કર્યો હતો. જેને જાણીને ખુદ બિગબીએ હાથ જોડીને માફી માંગી હતી.

 

View this post on Instagram

 

When young .. too shy, uncertain, self conscious and scared to ask questions ! When older it’s too late to seek answers .. !!

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

આ શોમાં રમાના રાવે કહ્યું હતું કે, મારો પ્રોફેશનલ કર્વ ત્યારે શરૂ થયો હતો જયારે મારી તમારી સાથે મુલાકાત થઇ હતી. 35 વર્ષ પહેલા રાતે 1:30 વાગ્યે મને ફોન આવ્યો હતો. ફોન પર મને કહેવામાં આવ્યું કે જલ્દી આવો મમારા મિત્રની તબિયત ઠીક નથી. જો તમે મહાન વ્યક્તિને અડકશો તો તે દિવસે તમારી જિંદગી બદલાઈ જશે.

આ સાંભળીને હું હેરાન થઇ ગયો. હું જલ્દી-જલ્દી ઉઠી ગયો. આટલો મોટો માણસ બોલી રહ્યો હોય મેં સારા કપડાં પહેર્યા હતા. 2 થી 3 મિનિટમાં ત્યાં જવા માટે નીકળી ગયો હતો. ત્યાં જઈને મેં રૂમ ખોલ્યો. ત્યાં તમે હતા.તમને તે દિવસોએ બહુજ તાવ હતો. તમે તે દિવસે ધ્રુજી રહ્યા હતા.

રમાના રાવે કહ્યું કે, મેં તમારી તપાસ કરી દવા આપી. બીજા દિવસ સુધી તમારી તબિયતમાં સુધારો થઇ ગયો. મને બહુજ ખુશી મળી. પરંતુ મને ખબર હતી કે, હું ઘરે જઈને આ વાત કહીશ તો કોઈ મારી ઉપર વિશ્વાસ નહિ કરે. તેથી મેં તમારી પાસેથી ઓટોગ્રાફ લીધો હતો. ત્યરબાદ બધા જોર-જોરથી તાળી પાડે છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

આ વાત પર અમિતાભ બચ્ચન પૂછે છે કે ક્યારે આ ઘટના થઇ હતી. મુંબઈની વાત છે કે બીજે ક્યાંયની ? ત્યારે ડોકટરે કહ્યું હતું કે, આ બેંગ્લોરની ઘટના છે. આ પર અમિતાભ કહે છે કે, હોય શકે કે, 1984માં હું ત્યાં શૂટિંગ કરી રહ્યો હતો. ધીમે-ધીમે અમિતાભને આ સમગ્ર ઘટના યાદ આવે છે. ત્યરબાદ અમિતાભ બચ્ચન તેની માફી માંગતા કહે છે કે. હું ક્ષમા માંગુ છું કે તે સમયે હું તમને ઓળખી નથી શક્યો. અમારી શુભકામનાઓ તમારી સાથે છે.


Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks