પિતાએ 20 વર્ષ નાની દીકરાની ટયૂશન ટીચર સાથે કરી લગ્નની તૈયારી, દીકરાએ ઉઠાવ્યુ એવુ પગલુ કે…

ટ્યુશન ટીચર સાથે લગ્ન કરી રહ્યા હતા પિતા, દીકરાએ ભર્યુ ખૌફનાક પગલુ

કહેવાય છે કે, પ્રેમ ઉંમર જોઇને થતો નથી, આવું જ કંઇક ઇન્દોરના એક ડોક્ટર સાથે થયુ. ડોક્ટરને 20 વર્ષ નાની તેના દીકરાની ટયૂશન ટીચર સાથે પ્રેમ થઇ ગયો. ઘરવાળાથી છૂપાઇને ટીચર સાથે ડોક્ટર લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ ઘરવાળાએ આવું થવા ન દીધુ. આ ઘટના બાદ ડોક્ટરના દીકરાએ સુસાઇડ કરી લીધો. પોલિસ આ મામલાની તપાસમાં જોડાયેલી છે.

મધ્યપ્રદેશના ઇંદોરના કંપેલની આ ઘટનાની છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે,  ડોક્ટર જિતેન્દ્ર દાંગી ઉર્ફે જિતેન્દ્ર પિંડોરિયાએ ત્રણ દિવસ પહેલા જ તેમના દીકરાની ટીચર સાથે બીજા લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે અસફળ રહ્યા. હવે તેમના દીકરાએ આત્મહત્યા કરી લીધી છે. પોલિસ આ ઘટનાને સંદિગ્ધ માનીને તપાસ કરી રહી છે.

50 વર્ષિય ડોક્ટર જિતેન્દ્ર 19 જૂનના રોજ તેમનાથી 20 વર્ષ નાની ઉંમરની તેમના દીકરાની ટીચર સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા હતા અને આ લગ્ન થયા પહેલા જ ડોક્ટરના પરિવારજન અને સંબંધીઓ હંગામો કરી લગ્ન રોકાવી દીધા. આ દરમિયાન દુલ્હન સાથે મારપીટ પણ થઇ, જેની ફરિયાદ ભંવરકુઆં પોલિસ સ્ટેશનમાં થઇ હતી..

આ મામલે મહિલા ટીચર ફરિયાદ પર ડોક્ટરના દીકરા યશવંત પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો, તે જેલથી મંગળવારે છૂટ્યો અને લગભગ બપોરે 3-4 વાગ્યાની આસપાસ તેણે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી., તેની મોત થઇ ગઇ. ડોક્ટરના પરિવારે તેને હાર્ટ એટેક જણાવી અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા, તે બાદ પોલિસને કોઇએ સૂચના આપી હતી કે યશવંતે સુસાઇડ કર્યુ છે અને તે બાદ પોલિસે તપાસ શરૂ કરી.

Shah Jina