ફિલ્મી અંદાજમાં ડેન્ટિસ્ટે કરી નાખી પોતાની આસિસ્ટન્ટની હત્યા, કારણ સાંભળીને તમારા રુવાડા પણ ઉભા થઇ જશે

સોશિયલ મીડિયા અને સમાચારમાં હત્યાના ઘણા હેરત અંગેના મામલાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં મધ્ય પ્રદેશમાંથી એવો જ એક ફિલ્મી ઢબે હત્યાનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક ડેન્ટિસ્ટ દ્વારા પોતાના અવૈધ સંબંધો છુપાવવા માટે પોતાની જ પ્રેમિકાની હત્યા કરી દેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુઅસાર યુવતી આ દવાખાનાની અંદર ડેન્ટિસ્ટ સર્જન સાથે જ કામ કરતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ડેન્ટિસ્ટ અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધો હતા. ડેન્ટિસ્ટ દ્વારા આ હત્યા ફિલ્મી અંદાજમાં કરવામાં આવી અને તેની લાશ પણ એ રીતે છુપાવવામાં આવી તે જાણીને કોઈ પણ આશ્ચર્યમાં પડી જાય.

જાણકારી પ્રમાણે ડોકટરે યુવતીને પહેલા પોતાની પ્રેમજાળમાં ફસાવી અને જયારે યુવતીએ લગ્ન કરવા માટે ડોક્ટર ઉપર દબાણ નાખવાનું શરૂ કર્યું ત્યારે તેની હત્યા કરી નાખી. યુવતીની હત્યા કાર્ય બાદ ડોકટરે પોતાના દવાખાનાની બાજુમાં પડેલી ખાલી જગ્યામાં ખાડો કરીને તેને દફનાવી દીધી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ડોક્ટર એટલો ચાલક હતો કે હત્યાનો ભેદ ના ઉકેલાઈ જાય તેના માટે થઈને ડોકટરે લાશની સાથે એક મરેલા કૂતરાને પણ દફન કરી દીધું હતું. જેના કારણે જો લોકોને દુર્ગંધ આવે તો પણ કોઈ ડોક્ટર ઉપર શકના કરે.

મૃતક આસિસ્ટન્ટની માતાએ પોતાની ખોવાઈ ગયેલી દીકરી ભાનુ કેવટની શોધખોળ માટે 1 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ લખાવી હતી. તો પોલીસની પુછપરછ દરમિયાન આરોપી ડોક્ટર આશુતોષ ત્રિપાઠી પોલીસને ઘણા દિવસ સુધી ચકમો આપતો રહ્યો.  પરંતુ પોલીસની કડકાઇ કારણે છેવટે ડોકટરે પોતાનો ગુન્હો કબૂલી લીધો.

ડોક્ટરનું કહેવું છે કે યુવતી તેના ઉપર લગ્ન કરવા માટે દબાણ નાખી રહી હતી. તેનાથી છુટકારો મેળવવા માટે તેને પોતાની આસિસ્ટન્ટની હત્યા કરી દીધી હતી. પોલીસ દ્વારા ખોવાયેલી ભાનુ કેવટની હત્યા કરીને સાબિતીનો નાશ કરવાના આરોપમાં ડેન્ટલ સર્જન ડોક્ટર આશુતોષ ત્રિપાઠીની ધરપકડ કરી લીધી છે.

મૃતક યુવતી છેલ્લા 2 વર્ષથી આરોપી ડોકટરના ક્લિનિકમાં નોકરી કરતી હતી. મૃતક યુવતી એક પ્રાઇવેટ મહાવિદ્યાલયમાં એલએલબીની વિદ્યાર્થીની હતી. આ દરમિયાન જ બંને નજીક આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ પણ થઇ ગયો હતો.

ડોક્ટર ઉપર આરોપ છે કે લગ્ન માટે દબાણથી નારાજ થઈને ડોક્ટર દ્વારા ગત 14 ડિસેમ્બરની સાંજે 7 વાગે ક્લિનિકમાં જ ભાનુની ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. અને 15 ડિસેમ્બરના રોજ શબને ક્લિનિક પાસે એક સુમસાન ગલીમાં દફન કરી દેવામાં આવ્યું હતું.

14 ડિસેમ્બરથી જ જ્યારે તે પોતાના ઘરે ના પહોંચી ત્યારે તેના ઘર વાળા ક્લિનક આવતા હતા અને ડોક્ટરને પૂછતાં હતા પરંતુ ડોક્ટર બહાના કાઢી અને જણાવતો કે તે બીજી જગ્યાએ કામ કરવા લાગી છે અને 2-3 દિવસમાં આવી જશે. જયારે યુવતીના પરિવારજનો તેને મળવાનું કહેતા ત્યારે ડોક્ટર કોઈનું કોઈ બહાનું બનાવી દેતો હતો.

ત્યારબાદ યુવતીના પરિવારજનોએ 1 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસની કડકાઈથી પુછપરછ બાદ આખી ઘટના સામે આવી હતી. પોલીસે યુવતીના શબને મેળવી લીધું છે અને આરોપી વિરુદ્ધ 302 હેઠળ હત્યાનો અને 201 અંતર્ગત સાબિતી મિટાવવાનો આરોપ દાખલ કરી લીધો છે.

Niraj Patel