ખબર

આ તે કેવી મજબૂરી, માતાના અંતિમ સંસ્કાર માટે પણ ના જઈ શક્યો આ ડોકટર, વિડીયો કોલમાં રડતા રડતા માંગી માફી

કોરોનાનો સંકટ દિવસેને દિવસે વધી રહ્યો છે, અને આ સંકટમમાં હાલમાં ડોકટર ભગવનનું રૂપ બનીને ઉભા છે. 18-18 કલાક સુધી પોતના પરિવારથી દૂર રહીને પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે, એક ડોકટરને પણ તેમનો પરિવાર હોય છે, પરંતુ દેશને હાલમાં એમની ખાસ જરૂર હોય તે પોતાના પરિવારને પણ નથી મળી શકતા.

Image Source

પરંતુ આ બધા વચ્ચે ડોકટરના ઘરે જ કોઈ અઘટિત ઘટના બની જાય તો ? આવી જ એક ઘટના બની છે રાજસ્થાનના કરોલી જિલ્લાના રાનોલી ગામના એક ડોકટર રામમૂર્તિ મીણા જે જયપુરની SMS હોસ્પિટલમાં કોરોના આઇસોલેશનના આઇસીયુ પ્રભારી છે.  તેમની માતા ભોળાદેવીનું 93  વર્ષે નિધન થયું હતું, પરંતુ પોતાની ફરજ ના કારણે તે તેમના અંતિમ દર્શન કરવા માટે પણ ના જઈ શક્યા.

Image Source

ડોકટર રામમૂર્તિએ પોતાની માતાના અંતિમ દર્શન વિડીયો કોલ દ્વારા નિહાળ્યા તેમજ શોકસભામાં પણ ના જઈ શક્ય અને વિડીયો કોલ દ્વારા જ તે તેમાં પણ જોડાયા. તેમનો આ ત્યાગ દેશવાસીઓ માટે એક પ્રેરણારૂપ બન્યો છે. પોતાના પરિવારને આવા દુઃખના સમયમાં પણ સાથ આપવાને બદલે તેમને દેશ માટેના પોતાના કર્તવ્યને મહત્વ આપ્યું હતું, અને હાલમાં પણ તેઓ કોરોના પોઝિટિવ લોકોને સાજા કરવામાં લાગેલા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.