લેખકની કલમે

ડોક્ટરની પોતાની પ્રસુતિની એક કહાની, શું ડોક્ટર આ હદ સુધી જઇ શકે ??? વાંચો નાનકડી હૃદયસ્પર્શી સ્ટોરી….સલામ છે બોસ

👉🏻ડોક્ટરની પોતાની પ્રસુતિ… 👉🏻શું ડોક્ટર આ હદ સુધી જઇ શકે ??? 👉🏻ડોક્ટરના દિલની વાત.. 👉🏻એક ડોક્ટર આવી પણ હતી..

એક સત્ય ઘટના..

અમેરિકામાં એક પ્રસુતિ હોસ્પિટલમાં , ડોક્ટર અમાંડા પોતાની જ ડિલિવરી માટે delivery room બાજુ જતા હતા. વર્ષો સુધી અનેક ડિલિવરી કરી ચૂકેલા ડોક્ટર amanda, પોતે આજે પ્રેગ્નેન્સીના નવ મહિના પૂરા કરીને, પોતાની જ ડિલિવરી માટે પોતાની જ હોસ્પિટલમાં ગયા.

થોડા સમય પછી જ્યારે તે પોતે રૂમમાં હતાં, ત્યારે તેમને ન્યુઝ મળ્યા કે તેમની બાજુના રૂમમાં એક મહિલા ડિલિવરી માટે આવી છે.એક ડૉક્ટરને ખબર પડે કે જ્યારે તેમનો દર્દી તેમની રાહ જોઈ રહ્યો છે ત્યારે ડૉક્ટર પોતાનું દર્દ ભૂલી જતા હોય છે. એવું જ થયું કંઈક ડોક્ટર અમાંડા સાથે. પોતાનું દર્દ ભૂલીને પોતાને થતું pain ભૂલીને તેઓ બાજુના રૂમમાં ગયા. નર્સને તૈયારી માટેની સૂચનાઓ આપી દીધી. અને અત્યારે જ તે મહિલાની ડિલિવરી કરવાનું નક્કી કર્યું. આટલું બધું બલિદાન ? જો ડોક્ટર ધારે તો, બીજા કોઈને એ રિસ્પોન્સિબિલિટી આપી શકતા હતા. પણ પોતાના ઉપર વિશ્વાસ, દર્દીનો ડોક્ટર પરનો વિશ્વાસ ક્યાંકને ક્યાંક તેમને હોસ્પિટલના બેડ માંથી ઉભા કરીને પોતાના દર્દીની સારવાર માટે લઈ આવ્યા. ડોક્ટરનું આ બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

અને ત્યાર પછી ડૉક્ટર અમાંડા પોતે પોતાની માટે delivery રૂમમાં ગયા. જે દર્દી ને પોતાની જ જરૂર હતી અને પોતાની પાસે જ ડીલીવરી કરાવી હતી એ દર્દી પાસે જઈને તેની સેવા કરવાનો ખૂબ જ આત્મસંતોષ હતો. અને ડોક્ટરે amanda અે પણ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. પેટમાં રહેલું બાળક પોતાની માતા ની બધી જ લાગણીઓ ફિલ કરતુ હોય છે.. આથી ખૂબ જ સારા સંસ્કાર સાથે બાળક આ દુનિયામાં આવ્યું.જ્યારે હોસ્પિટલમાં દર્દી જાય છે ત્યારે , બધા જ લોકો કહે છે કે તમને કંઇ જ નથી થયું, બધું જ સારું થઈ જશે. એને વાક્યો એટલી સાંત્વના નથી આપી શકતા જોકે જ્યારે ડોક્ટરનું એક જ વાક્ય કહે છે આટલી દવા લઈ લેજો, કાલથી ઘોડા જેવા થઈ જશો. આ વાક્ય સાંભળીને જાણે દર્દીને કોઈ રોગ જ ના થયો હોય, પોતે જરા પણ બીમાર ના હોય તેવી લાગણી થતી હોય છે. લોકો સમજે છે કે મહેશ ને આ દર્દ આટલું જલદી 2 જ દિવસ મા કેવી રીતે મટી ગયું ?
જયારે રમેશ ને તો આ દર્દ મટતાં સાત દિવસ લાગ્યા હતા. તફાવત ખાલી એટલો જ હતો કે મહેશને ડોક્ટર ઉપર પૂરી શ્રદ્ધા હતી પૂરો વિશ્વાસ હતો અને કેમ કે ડોક્ટરે કીધું છે તો મટી જ જશે એવી આશા હતી. અને દવા એ તો એનું કામ કર્યું જ , પણ આઆસ્થા અે પણ પોતાનું કામ કર્યું.

જ્યારે સુરેશને થતું હતું કે શું આ ડોક્ટરથી આ દર્દ મટી શકશે કે મારે બીજા ડોક્ટર પાસે જ જવું પડશે? અને આ શંકા ને લીધે , શારીરિક રીતે અને માનસિક રીતે દર્દ મટતા વાર લાગી. તમને નાના-નાના રોગોમાં કે મોટા રોગોમાં મદદ કરતા એ દરેક ડોક્ટરને રિસ્પેક્ટ માટે 1 like 1 કૉમેન્ટ.લેખક – નિરાલી હર્ષિત

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks