ડોક્ટરોને ધરતી પ્પરના ભગવાન માનવામાં આવે છે. મનુષ્યના રૂપમાં કામ કરનાર આ ભગવાન ખબર નહિ કેટકેટલાય લોકોનું જીવન બચાવે છે. ભલે અત્યારે દવાઓ અને ઈલાજ મોંઘા થઇ ગયા છે, પણ તેમ છતાં આજે પણ ઘણા એવા ડોક્ટરો છે જે લોકોના જીવનમાં આશાનો દિપક જલાવી રાખે છે. ડો. રમનરાવ આવા જ એક ડોક્ટર છે. કન્સલ્ટિંગ ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ ડો. રમને દેશની મોટી-મોટી હસ્તીઓ જેમ કે અમિતાભ બચ્ચન, કન્નડ અભિનેતા સ્વર્ગીય રાજકુમાર અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ એન બ્યુરોક્રેટ્સનો ઈલાજ કરી ચૂકેલા છે.

ડો. રમનનું કહેવું છે કે, જયારે તેઓ એમબીબીએસનો વિદ્યાર્થી હતા ત્યારથી જ તેમણે વિચારી લીધું હતું કે એ લોકો માટે કઈ પણ કરી છૂટશે કે જેમને ગરીબીના કારણે વ્યવસ્થિત સારવાર નથી મળી શકતી. 14 ઓગસ્ટ 1973 ના દિવસે તેઓ પાસ થયા અને બીજા જ દિવસથી તેમના પિતાએ તેમના માટે ગામમાં ફ્રી કલીનીક ખોલી આપ્યું. પહેલા માંડ 8 થી 10 પેશન્ટ આવતા હતા. થોડા સમય પછી આસપાસના ગામના લોકો પણ આવવા લાગ્યા.

અત્યારે આ જગ્યાએ લોકો શનિવાર રાતથી લાઈન લગાવીને તૈયાર થઇ જાય છે દર રવિવારે અહીં 1200 જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. 1974થી આજ સુધી એક પણ એવો રવિવાર નથી જયારે આ કલીનીક બંધ રહ્યું હોય. આટલા બધા લોકોને જોતા-જોતા રાત થઇ જાય છે પણ એકપણ દર્દી બાકી રહી ગયો હોય તો ઈલાજ કર્યા વગર કલીનીક બંધ નથી કરવામાં આવતું.

પહેલા તેઓ એકલા જ આ કામ કરતા હતા. લગ્ન પછી તેમની પત્ની પણ અહીં આવવા લાગી છે. હવે તેમના બંને ડોક્ટર દીકરાઓ અહીં આવે છે. તેમની 35 લોકોની ટીમ છે જેમાં 10 દાંતના ડોક્ટર, 6 નર્સ અને બીજા સાથી લોકો છે, એ એવા લોકો છે જે ક્યારેક અહીંથી ઈલાજ કરાવીને ગયા હોય અને આજે અહીં સેવા આપી રહ્યા હોય. એમાં એક રીક્ષા ચાલક છે જેણે 8 વર્ષ પહેલા પોતાનો ઈલાજ કરાવ્યો હતો. ત્યારબાદ તેમણે અહીં સેવા આપવાનું કામ શરુ કર્યું.

ત્યારથી આ વ્યક્તિ દર રવિવારે 60 કિલોમીટર દુર આવીને લોકોની મદદ કરે છે. ૪૪ વર્ષોથી ચાલી રહેલ આ કાર્યનો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે એવા જે પણ લોકો છે જેમની પાસે પૈસા નથી તેઓ પણ પોતાનો સારો ઈલાજ કરાવી શકે. દરેક દર્દીનું તેઓ જાતે જ ચેકિંગ કરે છે પછી જ બીજા ડોક્ટર પાસે એ દર્દીને મોકલે છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે “આ મારા જીવનના સિક્કાની એક બાજુ છે અઠવાડિયાના રવિવાર સિવાયના બીજા દિવસો દરમિયાન હું હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરું છું તેના માટે ફી પણ લઉં છું. પણ રવિવારના દિવસે હું પ્રયત્ન કરું છું કે સમાજ પાસેથી મેં જેટલું લીધું છે એને હું જરૂરીયાત લોકો સુધી પહોચાડી શકું. આમાં સૌથી વધુ મહત્વ છે પરિવારના સહયોગ. મારી પત્ની અને મારા બંને દિકરાઓ પણ આ કામમાં મારી સાથે જ છે. એટલા માટે મને લાગે છે કે હું નહિ હોવ ત્યારે પણ એકપણ રવિવાર એવો નહિ હોય જયારે આ કલીનક બંધ રહેશે.”

તેમનું આ સેવા કામ અહિયાં જ પૂર્ણ નથી થતું. તેઓ પોતાના કલીનીક સિવાય જરૂરિયાત લોકોની મદદ કરે છે. તેમને ગામની આસપાસની 50 સ્કૂલોને દત્તક લીધી છે. એ બધી સ્કુલોમાં તેઓ ફર્નીચર પણ આપે છે અને ત્યાના દરેક બાળકને તેઓ દર વર્ષે યુનિફોર્મ અને પુસ્તકો પણ આપે છે. લોકોને એકબીજાની બીમારી થાય નહિ તેના માટે તેઓએ પોતાના ખર્ચે અનેક ગામોમાં 700 ટોયલેટ બનાવડાવ્યા છે. એક ગામમાં પાણીની સમસ્યા હતી તો તેમણે 16 ગામોમાં બોરવેલ પણ કરાવી આપ્યા છે. બે ગામોમાં સ્ટ્રીટ લાઈટોનું કામ પૂરું કરી દીધું છે. અમુક ગામોમાં કામ હજી ચાલી રહ્યું છે. તેમનું આ કલીનીક એ બેંગલુરુ પાસે આવેલ એક ગામમાં ચાલે છે.

જયારે આ કામની શરૂઆત થઇ ત્યારે પહેલા ૮ થી ૧૦ લોકો જ આવતા હતા અત્યારે અહિયાં ૧૨૦૦ દર્દીઓ આવે છે. ડૉ. રાવ કહે છે કે દવાઓ મફત આપવી જરૂરી હતી કેમકે વધારે પડતા લોકો એ આટલી મોંઘી દવાઓ લઇ શકે તેમ હતા નહિ. જો આમ કરે છે તો તેઓ થોડા સમય પછી દવાનો કોર્સ પૂરો કરશે નહિ એટલા માટે અહિયાં આવવાવાળા લોકોને દવાઓ તો ફ્રી આપે જ છે પણ સાથે સાથે અહિયાં આવનાર લોકોને તેઓ જમવાનું પણ આપે છે. ડૉ. રાવને તેમના કામ માટે ૨૦૧૦માં પદ્મ શ્રીથી સન્માન આપવામાં આવ્યું હતું. ડોક્ટર રાવને તેમના કામમાં તેમની પત્ની અને બે ડોક્ટર દીકરાઓ પણ મદદ કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks