બેવફા સનમ ! 10 વર્ષ સુધી ટીચર પ્રેમિકાએ આ દગાબાજ પાછળ 46 લાખ રૂપિયા ખર્ચ કર્યો અને પછી…
કહેવાય છે ને કે પ્રેમ કયાં, કયારે અને કોના સાથે થઇ જાય તેની ખબર જ નથી પડતી. પ્રેમમાં તો લોકો જાતિ, ધર્મ અને ઊંચ નીચના ભેદભાવ પણ ભૂલી જતા હોય છે કયારેક આ પ્રેમ સફળ થઇ જતો હોય છે અને કયારેક પ્રેમમાં દગો પણ મળતો હોય છે, હાલ આવો જ એક મામલો સામે આવ્યો છે.
જયાં એક યુવક જે ડોક્ટર બની ચૂક્યો હતો, એક યુવતિ સાથે છેલ્લા 10 વર્ષથી પ્રેમનું નાટક કરી રહ્યો હતો. યુવતિ ટીચર છે અને તે અત્યાર સુધી તેના પ્રેમના કારણે પ્રેમીની બધી જરૂરત પૂરી કરતી આવી છે. પરંતુ જયારે હવે ડોક્ટર યુવકે તેની પ્રેમિકાને દગો આપી કોઇ બીજી યુવતિ સાથે લગ્ન કર્યા તો પ્રેમિકાએ પોલિસમાં ફરિયાદ દાખલ કરાવી.
આ મામલો મધ્યપ્રદેશના ધારના ધરમપુરીનો છે. પોલિસ ફરિયાદમાં દાખલ કરાવનાર ટીચર પ્રેમિકા અનુસાર તે અને તેનો પ્રેમી ડોક્ટર દીલિપ એક જ સ્કૂલમાં ભણતા હતા. એક જ સમાજના હોવાને કારણે તેઓનું એકબીજાના ઘરે આવવા જવાનું હતુ. બંનેની ઓળખ પ્રેમમાં બદલાઇ ગઇ અને તે બંને એકબીજા સાથે પ્રેમ કરવા લાગ્યા.

દીલિપે તે યુવતિને કહ્યુ કે તે નોકરી કરવા લાગશે ત્યારે લગ્ન કરી લેશે. યુવતિ વર્ષ 2009માં શાસકીય સોવામાં ટીચર બની ગઇ, તે બાદ પણ બંનેનો પ્રેમ ચાલતો રહ્યો. દીલિપ ડોક્ટર બનવા ઇચ્છતો હતો. પરંતુ તેના ઘરની આર્થિક હાલત ઠીક હતી નહિ. યુવતિએ જણાવ્યુ કે પ્રેમી દીલિપના એમબીબીએસ અને પીજીનો ખર્ચ તેમજ અભ્યાસનો ખર્ચ તેણે પૂરો ઉઠાવ્યો. પોતાના પૈસાથી મકાન બનાવ્યુ, તેને બાઇક અને કાર ખરીદીને આપી. આવી રીતે તેણે તેના પ્રેમી પર લગભગ 46 લાખ રૂપિયા ખર્ચ કર્યા.

પીડિતા અનુસાર આરોપીએ વર્ષ 2010-2019 સુધી લગ્નની લાલચ આપી દુષ્કર્મ પણ કર્યુ અને નોકરી મળતા જ તેણે 21 જૂનના રોજ કોઇ બીજી યુવતિ સાથે લગ્ન કરી લીધા. જયારે સંબંધીઓને આ વિશેની જાણ થઇ તો તેમણે પીડિતાને જણાવ્યુ અને પીડિતા પોલિસ પાસે પહોંચી અને ફરિયાદ દાખલ કરાવી