ખબર

બીમારીને દૂર કરવાના નામે આ ડોક્ટર દર્દી સાથે કરતો હતો સંબંધ બાંધવાની માંગ, એવી રીતે પોલ ખુલી કે ચોંકી ગયો

ડોક્ટરે કહ્યું કેંસર મટી જશે, મારી જોડે રંગરેલિયા મનાવ… પછી હોટલમાં પકડાઇ ગયો

સારવાર સમયે જાદુ ટોણા અને તંત્ર મંત્ર કરવાવાળા કારનામા તો તમે સાંભળ્યા હશે, પરંતુ શું તમે એ સાભળ્યુ છે કે, એક ભણેલો ગણેલો ડોક્ટર તેના દર્દીની સારવાર કરવા માટે તેની સાથે સંબંધ બનાવવા માટે કહે, જી હા, ડોક્ટર તેના દર્દીને કહેતો હતો કે તેની સાથે સંબંધ બાંધવા પર બધુ ઠીક થઇ જશે, હાલ આવો જ મામલો સામે આવ્યો છે, જેમાં એક ડોક્ટરે તેના દર્દીને આવું કહ્યુ અને એક ટીવી ચેનલે આ પૂરા રેકેટને એક્સપોઝ કર્યુ. ડૉક્ટરની કરતૂત ત્યારે સામે આવી જ્યારે 33 વર્ષની મહિલા દર્દીએ એક ટીવી ચેનલનો સંપર્ક કર્યો.

Image source

તેણે જણાવ્યું કે ડોક્ટરે તેની સાથે સંબંધ બાંધી બીમારી દૂર કરવાની ઓફર કરી હતી. આની તપાસ કરવા માટે ચેનલે સ્ટિંગ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો અને એક અભિનેત્રીને હાયર કરી અને તેને દર્દી બનાવીને ડૉક્ટર પાસે મોકલી. ‘ડેઇલી મેઇલ’ના અહેવાલ મુજબ, 60 વર્ષીય ડૉક્ટરનું નામ જિયોવન્ની મિનિએલો છે. તેણે ચેનલ દ્વારા મોકલેલી અભિનેત્રીને કહ્યું કે તેને હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) છે અને તે કેન્સરનું કારણ બની શકે છે. ડૉક્ટરે કહ્યું કે તે તેની સાથે સંબંધ બાંધી અને તે તેને વાયરસ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ આપી શકે છે, કારણ કે તેને રસી આપવામાં આવી છે.

ડૉક્ટરને ખબર નહોતી કે તે જે દર્દી સાથે વાત કરી રહ્યો છે તે ખરેખર ન્યૂઝ ચેનલે મોકલેલી અભિનેત્રી છે. તે તેને હોટેલમાં લઈ ગયો, તેની બધી કરતૂત કેમેરામાં રેકોર્ડ થઈ રહી હતી. તેણે તેના કપડાં ઉતારી દીધા. ત્યારબાદ ચેનલના પત્રકારો ત્યાં પહોંચ્યા. તેના પર ડોક્ટરે કહ્યું- ‘હું આ મારા અભ્યાસ માટે કરી રહ્યો છું. મેં ઘણા લોકોને બચાવ્યા છે. પરંતુ બીજી જ ક્ષણે જ્યારે તેને ખબર પડી કે સ્ટિંગ ઓપરેશનમાં તેનો પર્દાફાશ થયો છે ત્યારે તે ચોંકી ગયો હતો.

ફરિયાદી મહિલાએ જણાવ્યું કે તેની પ્રેગ્નેંસીમાં તકલીફ થઈ રહી હતી. તેથી તેણે ડૉકટરનો સંપર્ક કર્યો હતો. સારવાર દરમિયાન તેણે મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. પરંતુ જ્યારે તેણે બીમારીના ઈલાજના નામે તેના પર સંબંધ બાંધવાનું દબાણ કર્યું ત્યારે મને નવાઈ લાગી. અંતે મીડિયાની મદદથી તેની પોલ ખુલ્લી પડી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ ઘણી વધુ મહિલાઓએ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી છે, જેની તપાસ ચાલી રહી છે.