પતિ:જેતપુરમાં ડોક્ટર પતિ મોબાઇલમાં જોતો ગંદા વીડિયો અને પછી પત્નીને તે પ્રમાણે સંબંધ બાંધવા કરતો દબાણ…

આવા પણ હવસખોર ડોક્ટર હોય? બીભત્સ વીડિયો જોઈને પત્નીને સુખ માણવા એવી નવી નવી રીત કહેતો કે જાણીને ખળભળી ઉઠશો

રાજયભરમાંથી પતિ-પત્ની વચ્ચેના સંબંધને લઇને અવાર નવાર કોઇના કોઇ ખબર આવતી રહેતી હોય છે. ઘણીવાર તો એવી પણ ખબરો આવે છે કે તે બંને વચ્ચે સંબંધ બાંધવાને લઇને પણ ઝઘડા થતા હોય છે. પતિ ઘણીવાર એવી રીતે સંબંધ બાંધવાની માંગણી કરતો હોય છે જેને કારણે પત્ની તેના ત્રાસથી કંટાળી જતી હોય છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે.

પતિ તેના મોબાઇલમાં ગંદા વીડિયો જોઇ તે જ પ્રમાણે સંબંધ બાંધવા દબાણ કરતો હતો અને પત્ની ના કહેતી તો તેની સાથે ઝઘડો કરતો હતો અને તેને માર પણ મારતો હતો. પતિ ડોક્ટર હતો અને તેને મોટુ ક્લિનિક બનાવુ હતુ જેને કારણે તે રૂપિયાની માંગણી કરી રહ્યો હતો. પીડિતાએ સાસરિયા ત્રાસ આપતા હતા અને પતિ રૂપિયાની માંગણી કરતો હતો તે બાબતે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના રાજકોટના જેતપુરની છે. જેતપુરમાં રહેતી પરિણિતાએ જે ફરિયાદ નોંધાવી છે તે અનુસાર ડોક્ટર પતિ અને તેની સાસુનું નામ ફરિયાદમાં લખાવ્યુ છે. પરિણિતા હાલ તેના પિતાના ઘરે રહે છે અને ખાનગીમાં કંપનીમાં નોકરી કરે છે. તેના લગ્ન જેતપુરના આર્યુવેદિક ડોક્ટર સાથે થયા હતા અને લગ્નના આશરે બે મહીના સુધી તેમનો ઘર સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો. ત્યારબાદ તેનો પતિ મોબાઇલમાં ગંદા વીડિયો જોઇ તે પ્રમાણે સંબંધ બાંધવા દબાણ કરતો હતો.

પત્ની આ વાત માટે ના પાડતા પતિ ઝઘડો કરતો અને માર મારતો હતો આ ઉપરાંત સાસુ એવું કહી શારરીક માનસિક ત્રાસ આપતી કે, માતા-પિતાના ઘરેથી સોનાના દાગીના લઇ આવ. પતિએ ક્લિનિક બનાવવા માટે પિતાના ઘરેથી રૂપિયા લાવવાનું કહ્યુ હતુ અને આવું વારંવાર કહેતા પરિણિતાએ કંટાળી પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી.

Shah Jina