અમદાવાદના ડોક્ટરની પ્રેમલીલા ઝડપાઇ, પરિણીતા અચાનક દાહોદ પહોચી અને એક જ રૂમમાં ડોક્ટર અને પેલી સુતેલી દેખાય પછી તો….

અમદાવાદ : ડોક્ટર પતિ અન્ય સ્ત્રી સાથે રૂમમાં મનાવી રહ્યો હતો રંગરેલિયા ત્યારે અચાનક જ પહોંચી પત્ની, આવી રીતે ફૂટ્યો પ્રેમલીલાનો ભાંડો

ગુજરાતમાંથી ઘણીવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડાના કિસ્સા સામે આવે છે, જેમાના કેટલીકવાર ઘર કંકાસ તો કેટલીકવાર દહેજને કારણે તો કેટલીકવાર અવૈદ્ય સંબંધોના કારણે હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક કિસ્સો પતિ, પત્ની ઔર વોનો સામે આવ્યો છે. એક ડોક્ટર પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતા અને તેને કારણે તેણે પત્ની અને દીકરીને તરછોડી દીધી. આ ઉપરાંત દહેજ પેટે રૂપિયા 20 લાખ લાવવા કહ્યુ હતુ અને ગાડીની ચાવીની પણ માગ કરી હતી. જો કે પરિણીતાએ ગાડીની ચાવી ના આપતાં પતિએ તેને માર માર્યો અને ગંદી ગાળો બોલી. ત્યારે હેવ આ મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અમદાવાદના હાંસોલમાં રહેતી એક પરણિતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ મુજબ, લગ્નના 15 દિવસ પછી તેનો પતિ ઘરની નાની-નાની બાબતોમાં ઝઘડો તકરાર કરવા લાગ્યો હતો અને કહેતો કે તારા પિતાએ દહેજમાં કાંઇ આપ્યુ નથી. તેણે કહ્યુ કે, સાસુ-સસરા પણ સારી રીતે નહોતા રાખતા અને કહેતા કે તું જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી ઘરમાં શાંતિ નથી, જમવાનું બરાબર બનાવતી નથી.

તારે અહીંના રીતિરિવાજ મુજબ રહેવાનું. તેણે કહ્યુ કે, તેનો પતિ લગ્ન પછી હિંમતનગર હોસ્પિટલમાં નોકરી કરતો અને ત્યાં તેના પરસ્ત્રી સાથે સંબંધ હોવાની તેને જાણ થઇ હતી. આ બાબતને લઇને તેણે પતિ સાથે વાત કરી તો તે ગુસ્સે થઇ જાય અને કહેતો કે તું જ્યારથી મારી લાઇફમાં આવી છે, ત્યારથી જ મારી સાથે અશુભ થાય છે. આ લગ્નથી પરણિતાને એક દીકરી છે અને દીકરીના જન્મ બાદ તેના પતિએ દાહોદના લીંબીડમાં હોસ્પિટલ શરૂ કરી હતી.

તે બાદ તે શનિ અને રવિવારના દિવસે પરિણીતાને મળવા માટે આવતો. જો કે આ દરમિયાન કોઇ મહિલા ડોક્ટર હોસ્પિટલ સંભાળતી હોવાની જાણ તેને થઇ હતી. આ સ્ત્રી સાથે જ તેના પતિને પ્રેમસંબંધ હોવાની જાણ થતાં પરિણીતા અચાનક દાહોદ પહોચી અને ત્યાં આ બંને એક જ રૂમમાં સુતેલા જોવા મળ્યા.

આ મામલે જયારે સ્ત્રીએ પૂછ્યુ હતુ કે, આ કોણ છે તો તેના પતિએ પ્રેમિકાને કહ્યુ કે તે તેની પત્ની છે. ડોક્ટર પતિએ પીડિત પરણિતાને કહ્યુ કે, તારે પૂછ્યા વગર દાહોદ નહી આવવાનું અને જેની સાથે ડોક્ટર પતિના સંબંધ હતા તે સ્ત્રીએ પરિણીતાને ધમકી આપી કે જો તું બીજી વાર લીંમડી આવીશ તો તને જાનથી મારી નાંખીશ. તે બાદ તેણે ધક્કો મારીને પીડિતાને કાઢી મુકી હતી. આ બાબતની જાણ તેણે તેના સાસુ-સસરાને કરી તો તેઓએ કહ્યુ કે બધુ ઠીક કરી દઇશું.

આવું કહી તેને અમદાવાદ પરત મોકલી હતી. જો કે, પછી થોડા દિવસો બાદ તેને ગામ બોલાવી અને સાસરિયા તેને કોઇ મહિલા ભુવા પાસે લઇ ગયાં. જ્યાં તાંત્રિક વિધિ કરીને હાથ પર કાળો દોરો બાંધ્યો. દેરાણી પણ વારંવાર ફોન કરીને તેની હાલચાલ પૂછતી અને કહેતા કે આમ કરજો તેમ કરજો, નહીં કરો તો હેરાન થશો,

માતાજી તમને હેરાન કરશે. દિયર-દેરાણીએ ધમકી આપી હતી કે, ભાભી તમને શાંતિથી સમજાવીએ છીએ તો સમજી જાઓ અને ભાઈની લાઈફમાં ફરી આવતા નહીં તમારે અમદાવાદ જ રહેવાનું, ગામ આવવાનું નહીં. આ ઉપરાંત એવું પણ કહ્યુ હતુ કે જો હવે તમે ભાઈના જીવનમાં દખલ થયા તો તમને અને દીકરીને મારીને ફેંકી દઈશું શોધે નહીં જડો. પરણિતાએ તેની ફરિયાદમાં સાસુએ રૂપિયા 20 લાખ લઈ આવવા માટે જણાવ્યુ હોવાનું પણ દાખલ કરાવ્યુ છે.

Shah Jina