બે-બે પત્નીઓ હોવા છતાં ડોક્ટરે કરી લીધા ત્રીજા લગ્ન, બીજી પત્નીએ કર્યો કેસ તો થયું એવું કે તમે પણ હેરાન રહી જશો

આપણા હિન્દૂ ધર્મની અંદર એક પત્ની હોવા છતાં બીજીવાર લગ્ન કરવા એ ગુન્હો માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો બે-બે પત્નીઓ પણ રાખતા હોય છે, ઘણીવાર તો બંને પત્નીઓ એક સાથે સંપીને પણ રહેતી હોય છે.  ત્યારે હાલ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં એક ડોક્ટર સારવાર કરતા વધારે લગ્ન કરવામાં માનતો હતો અને તેને બે-બે પત્નીઓ હોવા છતાં પણ ત્રીજા લગ્ન કરી લીધા હતા.

ત્રીજા લગ્ન કરનાર આ ડોક્ટરનું નામ છે ડોક્ટર એલએસ મિશ્રા. તેમના ઉપર લાગેલા આરોપ પ્રમાણે એલએસ મિશ્રાએ ઉત્તર પ્રદેશમાં ત્રણ અને ઝારખંડના ગઢવામાં એક લગ્ન કર્યા છે. હવે તેની પત્નીઓ તેના સિંદૂરનો હક અને બાળકોના પિતાનું નામ માંગી રહી છે.

આ ઈશ્કબાજ ડોક્ટર એલએસ મિશ્રાની કરતૂતોનો ખુલાસો તેની પત્ની હોવાનો દાવો કરી રહેલી એક મહિલાએ જ કર્યો હતો. આ ઉત્તર પ્રદેશની વારાણસીની રહેવાસી છે. તેનું નામ સાધના છે. તે ઝારખંડના ગઢ્વા પહોંચી અને પોતાના પતિની શોધ કરી રહી છે. તે એ વ્યક્તિને શોધી રહી છે જે વ્યવસાયે એક ડોક્ટર છે અને તેના પતિ સહીત અન્ય મહિલાઓનો પણ પતિ છે.

સાધનાનું કહેવું છે કે થોડા વર્ષો પહેલા જયારે ડોક્ટર એલએસ મિશ્રા બનારસમાં હતા ત્યારે સારવાર દરમિયાન તેમનો સંપર્ક થયો હતો અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા. પરંતુ તેને એ વાતનો સહેજ પણ અંદાજ નહોતો કે તે પહેલાથી જ પરણિત છે. જયારે તેને ખબર પડી ત્યારે તેને વિરોધ કર્યો તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

સાધનાએ જણાવ્યું કે “ડોકટરે એમ પણ જણાવ્યું હતું કે તે પહેલા પણ એક છોકરીને મારી ચુક્યો છે. હું ડરી ગઈ હતી, અને આ બધા વચ્ચે જ તે મને છોડીને ભાગી આવ્યા. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને ખોટી સારવાર કરવી અને મહિલાઓને ભોળવી તેમની સાથે લગ્ન કરી પછી છોડીને ભાગી જવું હવે તેની આદત બની ગઈ છે. આજે હું ગઢ્વા આવી છું જ્યાં તે બીજા એક લગ્ન કરી રહ્યા છે.”

સાધનાનું કહેવું છે કે મને મારો હક અને મારા બાળકોને તેના પિતાનું નામ જોઈએ છે. તો બીજી તરફ મહિલાના ભાઈનું કહેવું છે કે ડોક્ટર એલએસ મિશ્રા એક ફર્જી અને ઠગ પ્રકારનો માણસ છે. જે દરેક જગ્યાએ ફરીને લોકો પાસે પૈસા લે છે. અને જયારે આપવાનો સમય આવે ત્યારે તે જગ્યાને છોડીને ચાલ્યો જાય છે.

સાધનાએ કજનાવ્યું કે ડોકટરે 6 દિવસ પહેલા બીજા લગ્ન કર્યા હતા. જયારે તેની બે પત્નીઓ પહેલાથી જ હતી. આ વિશે ડિકટરનો પક્ષ જાણવા માટે તેને ફોન કરવામાં આવ્યો પરંતુ તેની સાથે કોઈ સંપર્ક થઇ શક્યો નહોતો. હવે મહિલાની ફરિયાદના આધારે પોલીસ ડોક્ટરની તપાસમાં લાગી ગઈ છે.

Niraj Patel