જાણવા જેવું

શું તમને પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલી આ હકીકત ખબર છે? જાણો શું છે આ હકીકત…ધ્રુજી જશો

આપણે પોસ્ટમોર્ટમ વિશે સાંભળ્યું જ હશે કે મોટા મોટા કેસ સોલ્વ કરવા માટે પોસ્ટમોર્ટમના રિપોર્ટ કામ લાગે છે. પરંતુ કદાચ તમે નહિ જાણતા હોવ કે પોસ્ટમોર્ટમ રાતે નથી કરવામાં આવતું. અને આ પાછળનું કારણ પણ નહિ જ જાણતા હોવ. તો ચાલો આજે જાણીએ:

ખરેખર જયારે કોઈ પણ વ્યક્તિનું અકસ્માતે મૃત્યુ થઇ જાય છે ત્યારે તેના મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવું પડે છે. પરંતુ આવું કરવા પહેલા મૃતકના સંબંધીઓની મંજૂરી લેવી પડે છે.

Image Source

સૌથી પહેલા તો જાણી લો કે પોસ્ટમોર્ટમ એક વિશેષ પ્રકારની શલ્ય ક્રિયા એટલે કે ઓપરેશન છે કે જેમાં મૃતદેહનું પરીક્ષણ કરવામાં આવે છે. મૃતદેહના પરીક્ષણનો અર્થ એ છે કે વ્યક્તિના મૃત્યુના સાચા કારણો જાણવા માટે કરવામાં આવે છે. જાણકારી અનુસાર, વ્યક્તિના મૃત્યુના 6થી 10 કલાકની અંદર જ પોસ્ટમોર્ટમ થાય છે. વધુ સમય વીતી જવાથી મૃતદેહમાં ઘણા પ્રકારના પ્રાકૃતિક પરિવર્તનો થવાની આશંકા હોય છે. એટલે જ બને એટલું જલ્દી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. પોસ્ટમોર્ટમ પછી મૃત્યુના કારણોમાં બદલાવની આશંકા હોય છે. પરંતુ ક્યારેય પણ પોસ્ટમોર્ટમ રાતમાં નથી કરવામાં આવતું. ડોક્ટરો દ્વારા રાતમાં પોસ્ટમોર્ટમ કરવાનું કારણ પ્રકાશ હોય છે.

Image Source

રાતના સમયે એલઈડી લાઈટ કે ટ્યુબલાઈટના કૃત્રિમ પ્રકાશમાં ઇજાનો રંગ લાલને બદલે રીંગણી કલરનો દેખાય છે. ફોરેન્સિક સાઈન્સમાં ક્યારેય પણ રીંગણી કલરની ઇજા થવાનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, જયારે કેટલાક ધર્મોમાં રાતે આ નથી કરવામાં આવતું. એટલે પણ કેટલાક લોકો રાતે પોસ્ટમોર્ટમ નથી કરતા અને દિવસનો સમય માંગે છે.

રાતે પોસ્ટમોર્ટમ કરવાથી પ્રાકૃતિક અને કૃત્રિમ પ્રકાશમાં ઇજાના રંગો અલગ દેખાવાના કારણે પણ પોસ્ટમોર્ટમના રીપોર્ટને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. ફોરેન્સિક સાઈન્સમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં આ વાત શીખવવામાં આવે છે. જો કે આજકાલના સમયમાં નવી ટેક્નિકને કારણે રાતે પણ ડોક્ટરો પોસ્ટમોર્ટમ કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks