ખબર

જન્મદિવસ બન્યો મોતનો દિવસ: બર્થડે નાઈટના મહિલા ડોકટરે કરી આત્મહત્યા, પતિથી લઈને દીકરો છે ડોકટર

જન્મદિવસ બન્યો મૃત્યુનો દિવસ: આત્મહત્યા કરતાં પહેલા મહિલા ડોક્ટરે લખી સુસાઈડ નોટ

જન્મદિવસ એ દરેકના જીવનમાં ખૂબ જ ખાસ દિવસ હોય છે, દરેક વ્યક્તિ તેને એક ખાસ દિવસ બનાવવા માંગે છે. તમારા મિત્ર વર્તુળ, નજીકના લોકો તમને શુભ સંદેશા મોકલે છે જે તમને લાંબુ જીવનની ઇચ્છા રાખે છે. પરંતુ છત્તીસગઢમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેની સાંભળીને બધા જ ચોંકી ગયા હતા. જ્યાં એક મહિલા ડોકટરે તેના જન્મદિવસને મોતનો દિવસ બનાવ્યો હતો. તેણીએ આત્મહત્યા કરીને આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.

આ ઘટના બિલાસપુર શહેરની છે. જાણીતા ડોક્ટર ડો.અલ્કા રાહલકરે શુક્રવારે મોડી રાત્રે આત્મહત્યા કરી હતી. એનેસ્થેસિયાની વધુ માત્રામાં ઇન્જેક્શન આપીને આપઘાત કરી લીધો છે. તેના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આખરે તેને ક્યાં કારણોસર આ ભયંકર પગલું ભર્યું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.જણાવી દઈએ કે, તેનો 60 મો જન્મદિવસ હતો.

Image source

મૃતકે મરતાં પહેલાં એક સ્યુસાઇડ નોટ પણ લખી છે, જેમાં લખ્યું છે કે, હું મારો પોતાનો જીવમરજીથી આપી રહી છું, આ માટે કોઈ જવાબદાર નથી. તેણે લખ્યું – હું મારા જીવનથી સંપૂર્ણ સંતુષ્ટ છું. છતાં આ દુનિયા છોડીને જઈ રહી છે.

જણાવી દઈએ કે, ડો. અલ્કા રહેલકરનું બિલાસપુરમાં એન્ડોસ્કોપી અને સર્જિકલ ક્લિનિક છે. એટલું જ નહીં, જે તે પોતે ચલાવતી હતી. તેના પતિ ડો.ચંદ્રશેખર રહલકર કેન્સર નિષ્ણાત છે. તેમજ તેનો પુત્ર સિંગાપોરમાં ડોક્ટર છે. કોઈ વાતને લઈને સમસ્યા ના હતી છતાં કેમ આ પગલું ભર્યું. પોલીસના જણાવ્યા અનુસાર ડો.અલ્કાના પતિ હાર્ટ હાર્ટ પેશન્ટ છે, તેની રાયપુરમાં સારવાર ચાલી રહી છે. કેટલાક લોકો માને છે કે તે લાંબા સમયથી હતાશામાં હતી. જેની તેના પતિની બીમારી સાથે જોડી શકાય છે.