દેશને ગર્વ છે આમના પર : લેડી ડોક્ટરે દર્દીઓ માટે તોડી દીધા પોતાના લગ્ન, કહ્યુ- બેબસી અને દર્દ…

પોઝિટિવ ન્યુઝ: આ લેડી ડોક્ટરની આખી સ્ટોરી વાંચ્યા પછી તમે ઉભા થઈને સલામ કરશો

કોરોના વાયરસની બીજી લહેર એ હદ સુધી બેકાબૂ થઇ ગઇ છે કે લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયા છે. પરંતુ ડોક્ટર અને નર્સ તેમના ઘર અને પરિવારને ભૂલીને દર્દીઓનો જીવ બચાવવા માટે દિવસ રાત ડ્યુટી કરે છે. આ વચ્ચે નાગપુરની એક મહિલા ડોક્ટરે ફરજ નિભાવવા માટે અનૂઠી મિસાલ પેશ કરી છે.

નાગપુરની અપૂર્વા મંગલગિરી સેન્ટ્રલ ઇન્ડિયા કાર્ડિયોલોજી હૉસ્પિટલ ખાતે ફિજિશિયન તરીકે કામ કરે છે. 26 એપ્રિલના રોજ અપૂર્વાના લગ્ન નક્કી થયા હતા. જો કે, તેણીએ લગ્ન તોડી નાખવાનો નિર્ણય કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે અપૂર્વાનો પરિવાર કોરોનાકાળમાં લગ્ન કરવા માંગતો ન હતો. આથી લગ્નની તારીખ પાછળ ધકેલવા પર વિચાર થઈ રહ્યો હતો. જો કે, વરપક્ષ આ માટે તૈયાર ન હતો. જે બાદમાં અપૂર્વાએ લગ્ન જ તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો. અપૂર્વાએ પોતાની જાતને ફક્ત કોવિડ દર્દીઓની સેવામાં સમર્પિત કરી દીધી છે.

અપૂર્વા માને છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન હૉસ્પિટલમાં ડૉક્ટર્સ અને અન્ય સ્ટાફની ખૂબ અછત છે. આથી જ તેણી પોતાની દરેક મિનિટ કોરોના દર્દીઓની સેવામાં આપવા માંગે છે. લગ્ન તોડવા માટે પણ આ મુખ્ય કારણ છે. અપૂર્વા ઇચ્છે છે કે કોરોનાથી ખરાબ થયેલી હાલત પર ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવે. અપૂર્વા માટે લગ્ન તોડવાનો નિર્ણય ખૂબ આકરો હતો. જો કે, આજે અપૂર્વાના પરિવારને પણ તેની દીકરી પર ગર્વ છે. તેમને એ વાતનો ગર્વ છે કે મુશ્કેલ ઘડીમાં તેની દીકરી લોકોની મદદ કરી રહી છે.

અપૂર્વાએ કહ્યુ કે, મારી પાસે દિવસના 100 લોકોના ફોન આવે છે. તે સારવાર માટે ઘણી મિન્નતો કરે છે. તેઓ બેડથી લઇને ઓક્સિજન સુધીની માંગ કરે છે. ઘણીવાર તો લોકો ગુસ્સામાં આવીને મને ગાળો પણ બોલી દે છે. પરંતુ તેમની આ બેબસી અને દર્દને હું સમજુ છું. તેઓ એક ઓક્સિજન સિલેંડર માટે હાથ-પગ જોડે છે. હું માત્ર અસહાય બનીને તેમની વાતો સાંભળુ છું.

Shah Jina