વેરાવળના ડોક્ટરે પોતાની હોસ્પિટલના ઉપર રૂમમાં ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં મોટી હસ્તીનું નામ સામે આવતા જ મચી ગયો ખળભળાટ

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, અનૈતિક સંબંધ કે પછી આર્થિક તંગી કે ઘરકંકાસ જેવા કારણો હોય છે. ઘણીવાર દેવાને કારણે અથવા તો પૈસાની લેતી દેતીને કારણે પણ આપઘાતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં જ વેરાવળમાંથી નામાંકિત તબીબની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો હતો અને આ મામલો હાલ ઘણો ચકચારી જગાવી રહ્યો છે. પોલીસે મૃતક તબીબના પુત્રનું નિવેદન નોંધી એ.ડી દાખલ કરી છે.

જણાવી દઇએ કે, વેરાવળમાં સેવાભાવી અને નામના ધરાવતા લોહાણા સમાજના ડોક્ટર અતુલ ચગ એમ.ડી.એ તેમની જ હોસ્પિટલની ઉપરના માળે આવેલ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે 11 વાગ્યે તેઓ રોજ નીચે આવતા પણ 12 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે તેઓ નીચે ન આવતા સ્ટાફ તેમને જોવા ગયા ત્યારે 11 વાગ્યા પછી આપઘાત કર્યો હોવાની જાણ થઈ. જે બાદ સ્ટાફે પોલીસને જાણ કરી અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવી કાર્યવાહી શરૂ કરી.

આ ઘટનાની જાણ થતાં જ રાજકીય અને સામાજીક આગેવાનો સાથે સાથે તબીબો પણ હોસ્પિટલ દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ડોક્ટરે આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું તેવું લખ્યુ હતુ અને પછી નીચે સહી પણ કરી હતી. ત્યારે હાલ તો એવું સામે આવ્યુ છે કે મોટી નાણાંકીય લેવડ-દેવડના કારણે કોઇ ચિંતા હોવાથી ડોક્ટરે આ પગલું ભર્યુ.

એમ.ડી. ફિઝીશયન ડોક્ટર અતુલભાઈ ચગની વેરાવળ એસટી રોડ પર કાવેરી હોટલ પાછળ હોસ્પિટલ છે અને તેઓ નામાંકિત ડોક્ટર છે. તેમણે ગત શનિવારની રાત્રે સુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈ લીધો હતો. હાલ પોલીસ સુસાઇડ નોટના આધારે જુદી-જુદી દિશામાં તપાસ કરી રહી છે. આ મામલે વર્તમાન એમ.પી રાજેશભાઈ ચુડાસમાનું નામ હોવા મામલે પોલીસ તપાસ શરૂ કરી છે. જણાવી દઇએ કે, અતુલ ચગ વેરાવળના જાણીતા ડોક્ટર હતા અને આ સિવાય તેઓ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ હતા.

ત્યારે હવે તેમના આપઘાતથી પરિવાર સહિત અનેક લોકો સ્તબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, સુસાઇડ નોટમાં કોઇ સ્પષ્ટ કારણ નથી જણાયું, માટે આપઘાત પાછળના સ્પષ્ટ કારણની તપાસ કરાઇ રહી છે.મૃતકના મોબાઈલ ફોન સહિત અનેક વસ્તુ કબ્જે કારઇ છે અને એફએસએલમાં મોકલવામાં આવી છે. જો તેમાં કોઈ પુરાવા મળશે તો તેને એકત્રિત કરાશે.

Shah Jina