ગર્ભવતી મહિલાના મોત બાદ મહિલા તબીબે પણ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું એવું કારણ કે વાંચીને હચમચી ઉઠશો, જુઓ

“મેં કોઈ ભૂલ નથી કરી, મારુ મરવું કદાચ…” મહિલા ડોકટરે સુસાઇડ નોટમાં કર્યો ધડાકો – વાંચીને તમે પણ રડી પડશો

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો કોઈને કોઈ કારણના લીધે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, ઘણીવાર આર્થિક સંકળામણ તો ઘણીવાર સાસરી દ્વારા આપવામાં આવતો ત્રાસ પણ આપઘાતનું કારણ બને છે, પરંતુ હાલ એક મહિલા તબીબે જે કારણે આપઘાત કરી લીધો છે તે કારણ જ હચમચાવી દેનારું છે.

રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટની આનંદ હોસ્પિટલમાં સોમવારે પ્રસૂતિ દરમિયાન એક સગર્ભા મહિલાનું મૃત્યુ થયું હતું. આ પછી પરિવારજનો અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. જ્યારે તેણે હોસ્પિટલના ડૉક્ટર સુનિત ઉપાધ્યાય અને તેની પત્ની ડૉ. અર્ચના શર્મા સામે હત્યાની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો, ત્યારે સોમવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે ગ્રામજનોનો હંગામો શાંત થયો હતો.

જેના બાદ મંગળવારે સવારે ડૉ.અર્ચના શર્માએ ફાંસી લગાવીને પોતાનો જીવ આપ્યો. ડોક્ટરની આત્મહત્યાની માહિતી પોલીસને મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ડોક્ટર અર્ચનાનો મૃતદેહ તેના ઘરેથી કબ્જે કર્યો હતો.ત્યારે હવે ડો.અર્ચના શર્માની આત્મહત્યાને લઈને રાજ્યભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પીડિતાની મહિલા ડૉક્ટરે કથિત સુસાઈડ નોટમાં લખ્યું છે કે, “મેં કોઈ ખોટું કર્યું નથી… મારું મૃત્યુ મારી નિર્દોષતા સાબિત કરી શકે છે. મહેરબાની કરીને નિર્દોષ ડોક્ટરોને હેરાન ન કરો.” સાથે જ આ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દૌસાના એસપીને હટાવવામાં આવ્યા છે, લાલસોટ પોલીસ સ્ટેશનના એસએચઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે સમગ્ર મામલાની તપાસ ડિવિઝનલ કમિશનરને સોંપવામાં આવી છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતોને છોડવામાં આવશે નહીં. ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું  “ડૉ.
અર્ચના શર્માની આત્મહત્યાની ઘટના ખૂબ જ દુઃખદ છે. અમે બધા ડોકટરોને ભગવાનનો દરજ્જો આપીએ છીએ. દરેક ડૉક્ટર દર્દીનો જીવ બચાવવા માટે બનતા પ્રયત્નો કરે છે, પરંતુ કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને કે તરત જ ડૉક્ટર પર આરોપ લગાવવો વ્યાજબી નથી.

Niraj Patel