મનોરંજન

કપિલ શર્મા શોમાં પ્રભાસનું પૂરું નામ સાંભળીને દર્શકો થયા હેરાન, તમને ખબર છે પ્રભાસનું પૂરું નામ? જાણો અહીંયા

બાહુબળી ફેમ અભિનેતા પ્રભાસ અને શ્રદ્ધા કપૂર કપિલ શર્માના શોમાં પહોંચ્યા હતા. રવિવારે રાતે પ્રસારિત થયેલા શોમાં પ્રભાસે તેની જિંદગીના ઘણાં રાજ ખોલ્યા હતા. આ શોમાં કપિલ શર્માએ પ્રભાસ અને શ્રદ્ધાનું ધમાકેદાર રીતે સ્વાગત કર્યું હતું.

 

View this post on Instagram

 

साउ​थ सुपरस्टार प्रभास और श्रद्धा कपूर अपनी अपकमिंग फिल्म साहो के ​प्रमोशन के लिए द कपिल शर्मा शो के सेट पर पहुंचे। इस दौरान साहो के ​टीम ने कपिल के साथ जमकर मस्ती की। सवाल जवाब के दौर में कपिल ने प्रभास से साहो का मतलब भी पूछा। जिसे सुनकर शो की जज अर्चना हैरान रह गईं। आगे पढ़े bhaskarhindi.com पर! #kapilsharmashow #kapilsharma #prabhas #neilnitinmukesh #saaho #saahomovie #news #india #hindi #hindinews #bhaskarhindi

A post shared by ☼ दैनिक भास्कर हिन्दी (@bhaskarhindi) on

કપિલ શર્માએ શોમાં અભિનેતા પ્રભાસનું પૂરું નામ લઈને સ્ટેજ પર આમંત્રિત કર્યું હતું. પ્રભાસનું પૂરું નામ સાંભળીને જ્યાં હાજર રહેલા લોકોની સાથે ટીવી પર જોઈ રહેલા લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. કારણકે બહુજ ઓછા લોકો પ્રભાસનું પૂરું નામ જાણતા હશે.

કપિલે કહ્યું હતું કે, વેંકટેશ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલપતિનું સ્વાગત છે. કપિલે સાથે જ કહ્યું હતું કે, આ પાંચ લોકોના નામ નથી પરંતુ આ એક જ વ્યક્તિનું નામ છે. કારણકે આ એક આદમી જ 5 આદમીના બરાબર છે. પ્રભાસનું પૂરું નામ સાંભળીને ત્યાં હાજર રહેલા લોકો ચીયર કરવા લાગ્યા હતા.

સાથે જ કપિલે કહ્યું હતું કે, જે દર્શકો પ્રભાસનું પૂરું નામ લેશે તેને ગીફ્ટ આપવામાં આવશે. ત્યારબાદ એક જ વ્યક્તિ સાચો જવાબ આપી શક્યો હતો.


ફિલ્મ સાહોને લઈને વાત કરતા પ્રભાસે ખુલાસો કર્યો હતો કે, આ ફિલ્મનું બજેટ 350 કરોડ છે. કપિલે પ્રભાસને પૂછ્યું હતું કે, ‘ અમે એવું સાંભળ્યું છે કે, તને 5 હજારથી વધુ છોકરીઓએ લગ્નનું પ્રપોઝલ મળી ચૂક્યું છે.’ આ સવાલના જવાબે પ્રભાસે કહ્યું હતું કે, મને આ વાતની ખબર નથી પરંતુ કદાચ અફવાહ પણ હોઈ શકે.

કપિલ શર્મા શોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સાથે નીલનીતિન મુકેશ પણ પહોંચ્યો હતો. સાહોની વાત કરવામાં આવે તો 30 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને સુજીતે નિર્દેશીત કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks