ધાર્મિક-દુનિયા

ઘરની બહાર નીકળતા જ જો જોવા સ્મશાનયાત્રા તો કરી દો બસ એટલું કામ, ચમકી જશે તમારી કિસ્મત

જીવન અને મૃત્યુ ઈશ્વરનો એક કાળક્રમ છે. જન્મ સમયે આપણે ખુશી માનવતા હોઈએ છીએ ત્યારે કોઈ અંગત વ્યક્તિના મૃત્યુ સમયે ઘરમાં માતમ વ્યાપી જાય છે, ઘણા લોકો મૃત્યુને અપશકુન માને છે અને શ્મશાન યાત્રાનું સામે મળવું પણ અપશુકન થયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ જો તમને કોઈની સ્મશાનયાત્રા સામે મળે છે તો તે સારા શુકન માનવામાં આવે છે, જયારે પણ તમને સ્મશાન યાત્રા સામે મળે ત્યારે બસ આ કામ કરી દેવાના જેનાથી તમારી કિસ્મત પણ બદલાઈ શકે છે.

Image Source

જો તમને પણ રસ્તાની અંદર સ્મશાન યાત્રા દેખાય છે તો ભગવાન શ્રી રામનું સ્મરણ કરવું જોઈએ, ભગવાન શ્રી રામનું નામ લેવાથી મારનાર વ્યક્તિની આત્માને પણ શાંતિ મળે છે સાથે સાથે તમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

તમને જયારે રસ્તામાં શબયાત્રા નજરે આવે ત્યારે બાજુમાં ઉભા રહીને બે મિનિટનું મૌન ધારણ કરી લેવું, સાથે તે વ્યક્તિને મોક્ષ મળે તેવી પણ પ્રાર્થના કરવી જેના કારણે ઈશ્વરની કૃપા પણ તમારી ઉપર વરસે છે. એવું કહેવામાં આવે છે મૃત્યુ બાદ આત્મા પરમાત્મામાં ભળી જાય છે, ત્યારે આ સમયે જો તમે શબયાત્રા દરમિયાન ફૂલ અર્પણ કરો છો તો તે ફૂલ પણ ઈશ્વર સુધી પહોચાવ્યાનું પુણ્ય તમને મળશે.

Image Source

તમે રસ્તામાં ચાલી રહ્યા છો અથવા તો કોઈ વાહન દ્વારા સફર કરી રહ્યા છો ત્યારે પહેલા શબયાત્રાને રસ્તો આપો, આમ કરવાથી તમારા જીવનમાં આવેલી મુશ્કેલીઓનો પણ અંત આવશે, અને આવનારી મુશ્કેલીઓ પણ દૂર ખસી જશે.

જયારે પણ તમને શબયાત્રા દેખાય ત્યારે એક રૂપિયાનો સિક્કો અથવા તો યથા શક્તિ પ્રમાણેના સિક્કા અર્પણ કરો, આમ કરવાથી તમારી ધન સંબંધી ઘણી મુશ્કેલીઓનો અંત આવશે.

ભગવાન શ્રી હરિને મખાના બહુ જ ગમતા હતા, માટે જયારે પણ તમને રસ્તામાં કોઈની સ્મશાનયાત્રા દેખાય ત્યારે તેના ઉપર મખાના લૂંટાવવા જેના કારણે તેની આત્મા તૃપ્ત થશે.

Image Source

જો તમારા કોઈ પરિચિત કે સગાસંબંધીનું અવશાન થયું છે તો તેની સ્મશાનયાત્રામાં અચૂક જોડાવ, આમ કરવાથી જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઇ જશે.

શબયાત્રા દરમિયાન શિવજીનું ધ્યાન ધરવું, શિવજીને ભૂતોના દેવતા તરીકે પૂજવામાં આવે છે, આમ કરવાથી પણ તમારા ઉપર શિવજીની કૃપા વરસશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.