સનાતન હિન્દુ ધર્મમાં, શુક્રવારને લક્ષ્મી અને વૈભવ-વિલાસનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઉપાયો પણ કરવામાં આવે છે. આજે અમે તમને કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી ઘણું બધું ધન તમારી પાસે આવી શકે છે. તો ચાલો જાણીએ આ બધા ઉપાયો વિશે –

કહેવાય છે કે લક્ષ્મીજી ઘરમાં કોઈપણ સમયે આવી શકે છે પરંતુ સાંજનો સમય એવો હોય છે કે જયારે તેમના આવવાનું સંભવ હોય છે, તેથી સાંજના સમયે આખા ઘરની લાઈટ ચાલુ કરીને આખા ઘરમાં પ્રકાશ ફેલાવી દેવો જોઈએ.
કહેવાય છે કે લક્ષ્મી માતાને મોગરાનું અત્તર અર્પણ કરવું જોઈએ અને રતિ અને કામસુખ માટે ગુલાબનું અત્તર ચઢાવવું જોઈએ. આ સાથે જ દેવી લક્ષ્મીની સામે કેવડાનું અત્તર અર્પણ કરવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે.

કહેવાય છે કે શુક્રવારના દિવસે સવારે ગૌમાતાને તાજી રોટલી ખવડાવવી જોઈએ કારણ કે એવું કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને તમારા પર પોતાની કૃપા હંમેશા બનાવી રાખે છે.
કહેવાય છે કે સ્વચ્છતા પર જરૂર ધ્યાન આપો કારણ કે આનાથી લક્ષ્મીજી જરૂર પ્રસન્ન થાય છે અને સાથે જ ક્યારેય પણ સાંજના સમયે ઘરમાં કચરો ન વાળવો જોઈએ, એનાથી ઘરની લક્ષ્મી બહાર ચાલી જાય છે.

કહેવાય છે કે શુક્રવારના દિવસે આ જગ્યા પર જાઓ જ્યાં મોર નૃત્ય કરતા હોય છે, અને એ પછી ત્યાંની માટી લાવીને એક લાલ રંગના કપડામાં બાંધીને પવિત્ર જગ્યા પર મૂકી દો અને એની રોજ પૂજા કરો, એવું કરવાથી ધનલાભ થશે.
આ સિવાય બીજું શું કરવું –
- ઘરમાં તુલસીનો છોડ લગાવો અને એની પૂજા કરો.
- સફેદ ચંદનનું તિલક કરો.
- પાણીમાં ચંદન ભેળવીને સ્નાન કરો.
- ચાંદીનો ટુકડો કે ચંદનનું લાકડું નદી કે નહેરમાં પ્રવાહિત કરો.
- સુગંધિત પદાર્થનો ઉપયોગ કરો.
- સંતાન પ્રાપ્તિ ઇચ્છતા દંપતી હરસિંગારનો છોડ લગાવો તથા એને એવી રીતે સીંચો, જેવી રીતે પોતાના નાના બાળકોનું ધ્યાન રાખતા હોય.
- આટલા ઉપાયો કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને એમની કૃપા તમારા પર બની રહે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.