આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર

ભાગ્યશાળી બની શકો છો તમે, આ હોળી પર બસ કરો આ સરળ કામ

હોળીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિવિધ પ્રકારની વાનગીઓ, ઘણા બધા રંગો અને મહેમાનોની લિસ્ટ, આ જ બધા કામોમાં લોકો વ્યસ્ત છે જેથી હોળીનો તહેવાર યાદગાર બની શકે. તમારી આ ખુશીઓની ક્ષણો વધુ સારી થઇ શકે છે, જો તમે અહીં આપવામાં આવેલા કેટલાક સૂચનો અનુસરો તો… વાંચો હોળી સાથે જોડાયેલ આ જ્યોતિષીય સૂચનો જે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે.

1. સમૃદ્ધિ મેળવવા માટે –
હોળીની સાંજે દંપતીઓએ ચંદ્ર દેવની ઉપાસના જરૂર કરવી જોઇએ. ચાંદીની થાળી કે કોઈપણ સફેદ ધાતુની બનેલી થાળી લો. હવે એમાં ખારેક અને મખાના મૂકો. દીવો પ્રગટાવો અને ચંદ્રને દૂધ ચઢાવો. અગરબત્તી કરીને પ્રાર્થના કરો. હવે પ્રસાદ માટે સફેદ મીઠાઈ અથવા સાબુદાણાની ખીર ચઢાવો. ચંદ્ર દેવ પાસે પ્રગતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગો.

Image Source

2. ઉધાર આપેલું ધન પાછું મેળવવા માટે –
શું તમારા સાથે આવું ક્યારેય થયું છે કે તમે કોઈને પૈસા આપ્યા છે પરંતુ તમને એ પૈસા મળી રહયા ન હોય? દાડમના વૃક્ષનુ સૂકું લાકડું લો. જે વ્યક્તિએ તમારા પસેટી પૈસા લીધા હોય એનું નામ એના પર લખો. હોલિકા દહન દરમિયાન, તેને આગમાં નાંખી દો. એવું માનવામાં આવે છે કે પૈસા આ રીતે પાછા મળી જાય છે.

Image Source

3. વધુ થતા ખર્ચાને રોકવા માટે-
હોળીકા દહનના દિવસે, દહનની પરંપરાને સમાપ્ત થયા પછી, તેની થોડી રાખ લઈને તેને લાલ કપડામાં બાંધી લો. આ કપડાને તમે તમારા કબાટ અથવા પર્સમાં મૂકો. તે ઘરમાંથી બહાર જતા પૈસાના પ્રવાહને અંકુશમાં રાખવામાં મદદ કરશે.

4. ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે –
હોલિકા દહનના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર લાલ ગુલાલ છાંટી દો. એ પછી દરવાજાના બંને ખૂણા પર ચાર દિવેટવાળા ચારે દિવેટ સળગતા બે દીવા મૂકી દો. એ દીવાના તેલ ઘી ખતમ થવાની રાહ જુઓ અને પછી આ દીવાને હોલિકા દહનની આગમાં નાખો દો. તેનાથી ઘરની બધી જ નકારાત્મકતા દૂર થઇ જશે.

Image Source

5. આર્થિક સ્થિતિમાં સ્થિરતા લાવવા માટે –

એક લાલ રંગનું કપડું લો, હવે એક મોતી, શંખ અને એક ચાંદીનો સિક્કો લાલ રંગના ગુલાલના પેકેટમાં નાંખી દો.હવે આ બધી જ વસ્તુઓને લાલ કપડામાં બાંધી લો. હવે તેને પૈસા મુકવાની તિજોરીમાં મૂકી દો.

6. ઘરમાં સકારાત્મકતા વધારવા માટે –

હોળીની રાતમાં તમે પૂજા દરમ્યાન જે કપડા પર બેસો છો, તે આસન પર પૂર્વ દિશામાં મોઢું કરીને બેસો. સાત કોડીઓ અને એક શંખ લો. તેને મસૂરની દાળના ઢગલા પર મુકો. હવે પૂજાની માળા લો અને ‘ૐ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ 108 વાર કરો. મંત્રનો જાપ પૂરો થયા બાદ કોઈ સુમસામ જગ્યા પર ખાડો ખોદીને આ બધી જ વસ્તુને તેમાં દબાવી દો. તેની મદદથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.