હિન્દૂ ધર્મમાં પ્રત્યેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત હોય છે. આ દિવસેતે દેવી-દેવતાની વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે ખાસ મંત્રો, ચાલીસ અને વિશેષ પાઠ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. ભગવાન પ્રસન્ન થતા ભક્તોના સંકટ દૂર કરી તેની મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે ખાસ જ્યોતિષ ઉપાય પણ કરવામાં આવે છે. જે કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે.
બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગણેશજીને દુર્વા અર્પિત કરવામાં આવે છે. તો આ સિવાય અન્ય ઉપાય કરવાથી પણ માણસનું નસીબ ખુલી જય છે, જાણો એ શું ઉપાય છે કે જેનાથી ગણેશજીને પ્રસન્ન કરાવી શકાય છે.

ઘણી કોશિશ કર્યા બાદ પણ નોકરી મળતી ના હોય તો લગાતાર 7 બુધવાર સુધી ગણેશજીને રુદ્રાક્ષ અર્પણ કરો.
મનોકામના પૂર્ણ કરવા માટે લગાતાર 7 બુધવાર સુધી ગણેશજીને ગોળ ધરાવવો. આ ઉપાય કરવાથી બધા રોકાયેલા કામ પૂર્ણ થાય છે.
જીવનમાં રહેલી સમસ્યાથી છુટકારો મેળવવા મ,માટે લગાતાર 7 બુધવાર સુધી ગણેશજીને સિંદૂર અર્પણ કરો.
જો તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા માટે લગાતાર 7 બુધવાર સુધી ગણેશજીને મગદાળના લાડુ અર્પણ કરો. જેનાથી તમને સફળતા મળશે.

ઘરમાં ધન-ધન્યની વૃદ્ધિ માટે બુધવારના દિવસે સફેદ ગાયને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે.
બુદ્ધના ગ્રહની નકારાત્મક અસરને ખતમ કરવા માટે લગાતાર 7 બુધવાર સુધી ગજાનનને લાડુ ચડાવો.
વિધાર્થીઓને વિદ્યા-બુદ્ધિની પ્રાપ્તિ માટે 11 અથવા 21 ગાંઠવાળી દુર્ગા બુધવારના દિવસે ગણેશજીને અર્પણ કરો.
જે લોકો પાસે પૈસા ના ટકતા હોય તે લોકોએ લગાતાર 7 દિવસ સુધી ગણેશજીને પાન -સોપારી ચઢાવો. જેનાથી આર્થિક તંગી દૂર થાય છે.

જે લોકોએ ઘરે હંમેશા ઝઘડા રહેતા હોય તેને લગાતાર 7 દિવસ સુધી ગણેશજીના મંદિરમાં લીલા શાકભાજી અર્પણ કરવાથી લાભ થશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.