ધાર્મિક-દુનિયા

મહાશિવરાત્રિના દિવસે કરો શિવજીના આ ઉપાયો, વરસશે શિવજીની કૃપા અને ગરીબી થશે દૂર

ભોલેનાથ મહાદેવ શિવજીને આખી સૃષ્ટિના પાલનહાર માનવામાં આવે છે. શિવભક્તો માટે મહાશિવરાત્રિનો પર્વ પણ હવે દૂર નથી. આ વર્ષે મહાશિવરાત્રિ 21 ફેબ્રુઆરી શુક્રવારના રોજ આવશે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, શિવરાત્રીની રાત ખૂબ જ ખાસ હોય છે કારણ કે માનવામાં આવે છે કે શિવરાત્રિ પર રાતના સમયે સાક્ષાત શિવજી બધા જ શિવલિંગમાં સંક્રમણ કરે છે. એટલે જ એ દિવસે બધા જ શિવ મંદિરો રાતે મોડે સુધી ભક્તો માટે ખુલ્લા રહે છે અને મધ્યરાતે શિવજીની આરતી કરવામાં આવે છે.

Image Source

આ દિવસે શિવજીની પૂજા કરવાનો અનોખો મહિમા હોય છે આ દિવસે સવારથી જ ભક્તોની ભીડ મંદિરમાં જોવા મળે છે. ત્યારે શિવપુરાણના રુદ્રસંહિતામાં જણાવ્યું છે કે મહાશિવરાત્રીના પર્વ પર શિવ પૂજા કરવા દરમ્યાન શિવજીની પૂજામાં કેટલીક ખાસ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને આ દિવસે ઘરમાં ભગવાન શિવને પ્રિય એવી કેટલીક વસ્તુઓ મુકવી જોઈએ જેનાથી શિવજી પ્રસન્ન થાય છે.

Image Source

જે પણ ભક્તો મહાશિવરાત્રીના પર્વ પર સાચા મનથી શિવજીની પૂજા કરે છે તેમના પર શિવજીની કૃપા થાય છે. જો ઘરમાં કેટલીક વસ્તુઓ મુકવામાં આવે છે અને કેટલાક ઉપાયો કરવામાં આવે તો તેમના પર શિવજીની કૃપા વરસે છે અને તેમના ઘરમાંથી ગરીબી દૂર થાય છે.

Image Source

ભોળાનાથ શિવજીને ભસ્મ અતિપ્રિય છે એટલે તેમની પૂજામાં તમે ભસ્મનો ઉપયોગ કરી શકો છો. શિવરાત્રી પર ભગવાન શિવની પૂજામાં ભસ્મ અવશ્ય રાખો. જો કોઈ વ્યક્તિએ આ દિવસે વ્રત કર્યું હોય અને શિવલિંગનો અભિષેક ભસ્મથી કરે તો તેને ભગવાન શિવની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.

Image Source

મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજામાં રુદ્રાક્ષનો પ્રયોગ કરી શકાય, શિવ અને રુદ્રાક્ષ એકબીજાના પર્યાય માનવામાં આવે છે. રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવજીના આંસુથી થઇ છે. પૂજા બાદ રુદ્રાક્ષને ઘરમાં રાખવાથી કે ધારણ કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

Image Source

મહાશિવરાત્રિ પર ભગવાન ભોળાનાથની પૂજામાં જો તમે ચાંદી કે તાંબાના ત્રિશુલ અને નાગનો પ્રયોગ કરી શકો છો. નાગ ભગવાન શિવના ગળામાં હંમેશા રહે છે. પૂજા કર્યા બાદ ત્રિશુલ અને નાગને ઘરમાં જ સ્થાપિત કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારનો નકારાત્મક પ્રભાવ નથી રહેતો.

Image Source

શિવજીની જટામાંથી ગંગાજી ધરતી પર આવ્યા હતા, અને ગંગાનું જળ પવિત્ર માનવામાં આવે છે ત્યારે શિવરાત્રીના દિવસે જો ગંગાજળ રસોડામાં મુકવામાં આવે તો પણ શિવજીની કૃપા થાય છે. ઘરના મુખ્ય ઓરડામાં તાંબાના કળશમાં જળ ભરીને રાખવું. આ દિવસે તિજોરીમાં ચાંદીના નંદિની પ્રતિમા સ્થાપિત કરવી. આમ કરવાથી પણ શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે.

Image Source

શિવજીના આ ઉપાયો કરવાથી ઘર પર શિવજીની કૃપા થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. એટલે નકારાત્મક ઉર્જા દૂર થવાથી ઘરમાં સંપત્તિ આવે છે અને ગરીબી દૂર થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.