ગમે તેવું અઘરું કામ હનુમાન દાદા નિરાકરણ કરી દેશે, જાણો શું કરવાનું
કલિયુગમાં જો જલ્દી જાગૃત દેવતા અને જલ્દી પ્રસન્ન થનારા દેવતા હોય તે છે હનુમાનજી. હનુમાનજી રામ ભક્ત હોય તેને સંકટ મોચન કહેવામાં આવે છે. હનુમાનજી દરેક સમસ્યાનું સમાધાન કરે છે.

પૌરાણિક કથાઓ અને ગ્રંથો અનુસાર પ્રાચીન સમયમાં થોડા એવા પાત્રો છે જેમને અમર એટલે પૌરાણિક ભાષામાં ચિરંજીવી માનવામાં આવે છે. આ દરેક પાત્રોમાંથી મહત્વનું પાત્ર બજરંગબલી એટલે કે હનુમાનજીને માનવામાં આવે છે. કહેવાય છે કે શ્રીરામે બજરંગબલીને પૃથ્વીના જીવોની રક્ષા કરવા માટે અમર રહે તેવું વરદાન આપ્યું હતું.

કળિયુગમાં ચિરંજીવી હનુમાનની પ્રાર્થના કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભોલેનાથ પછી હનુમાનજી સૌથી જલ્દી ખુશ થવા વાળા બીજા દેવતા છે. કહેવાય છે કે બજરંગબલીનું નામ લેવાથી જ મોટા મોટા સંકટો અને પરેશાનીઓ દૂર થઇ જાય છે.
મંગળવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ વડના 11 અથવા 21 પાંદડા પાણીથી ધોઈ લો. અને તેના ચંદન અથવા સિંદૂરથી રામ નામ લખી માળા બનાવી હનુમાનજીની ચઢાવવાથી બધું જ દુઃખ દૂર થાય છે.

ગાયને રોટલી ખવડાવવી એ શાસ્ત્રોમાં પુણ્યનું કામ માનવામાં આવ્યું છે અને એટલે જ આપણા ધર્મગ્રંથોમાં પણ જણાવવામાં આવ્યું છે કે પહેલી રોટલી હંમેશા ગાયની પરંતુ જો તમે શનિવારના દિવસે ગાયને રોટલી ખવડાવવાનો નિયમ ધારણ કરો છો તો હનુમાન દાદાની પણ તમારા ઉપર કૃપા બનેલી રહેશે.
શનિવારના દિવસે સવારે સ્વસ્થ થઈને દાદાના મંદિરે જવું અને હનુમાન દાદાને શ્રીફળ અર્પણ કરવું ઘણું જ શુભ માનવામાં આવે છે. શ્રીફળ હુન્દુ ધર્મમાં પવિત્ર ફળ છે અને તેના દ્વારા હનુમાન દાદાની આરાધના પણ થઇ શકે છે અને દાદા તમારી ઉપર પ્રસન્ન પણ થઇ શકે છે.

હનુમાનજીને લાડુ ખુબ જ પ્રિય છે. તેથી શનિવારના દિવસે હનુમાન દાદાની પૂજા કરતી વખતે લાડુનો પણ ભોગ ધરાવો, પોતાની પ્રિય વસ્તુથી આકર્ષિત થઈને દાદા તમારા ઉપર પ્રસન્ન થશે અને પોતાની કૃપા પણ વરસાવશે, પોતાના ભક્તની મનોકામના પણ પૂર્ણ કરશે.
શનિવારના દિવસે હનુમાન દાદાના મંદિરમાં જઈને બજરંગ બાણ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં પણ આવે છે કે 21 દિવસ સુધી જો બજરંગ બાણનો પાઠ નિયમિત કરવામાં આવે તો માથે આવી ચઢેલી તમામ મુશ્કેલીઓ દાદા દૂર કરે છે. હનુમાન ચાલીસા સાથે સુંદરકાંડનો પાઠ પણ ખુબ જ લાભદાયક છે.

શનિવારની સાંજે હનુમાન મંદિરે જઈ સરસો શુદ્ધ ઘીનો દીવો કરો. આ બાદ ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાય કરવાથી હનુમાનજી અચૂક પ્રસન્ન થાય છે. જે લોકો ઘણી બધી તકલીફ હોય તે લોકોએ શનિવારની સાંજે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવે છે તેને ભાગ્ય હંમેશા સાથ આપે છે.
જે લોકોને ખરાબ સપના આવતા હોય તે લોકોએ હનુમાનજીના પગમાં શનિવારના દિવસે ફટકડી રાખી આ બાદ આ ફટકડીને માથા પર રાખવાથી ખરાબ સપના નથી આવતા. શનિવારે એકટાણું કરતા પહેલા કોઈ ભૂખ્યા ગરીબને ભોજન કરાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. હનુમાનજી પ્રસન્ન થવાથી તમારી ઉપર કયારે પણ ધનની કમી નહીં રહે.